Junagadh News: જિલ્લામાં 23 ઓગસ્ટ સુધી મંજૂરી વિના સભા સરઘસ યોજી શકાશે નહીં

Aug 8, 2025 - 22:00
Junagadh News: જિલ્લામાં 23 ઓગસ્ટ સુધી મંજૂરી વિના સભા સરઘસ યોજી શકાશે નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તંત્ર સક્રિય થયું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મંજૂરી વિના સભા સરઘસ કાઢી નહીં શકાય તેવી દરખાસ્ત જિલ્લા પોલીસ વડા દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી વિના સભા સરઘસ નહીં કાઢી શકાય તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

23 ઓગસ્ટ સુધી કોઈપણ સભા સરઘસ યોજી શકશે નહીં

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ કાઢી શકાશે નહીં તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ થવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત રજૂ થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિની જાળવણી માટે મંજુરી વગર જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં સભા સરઘસ યોજી શકાશે નહીં તેવુ મનાય હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 10 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી પરવાનગી વગર કોઈપણ સભા સરઘસ યોજી શકશે નહીં.

જાહેરનામાનો ભંગ કરનાર દંડને પાત્ર

આ જાહેરનામુ ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ,સરકારી નોકરીએ જતા કે અવર-જવર કરતા વ્યક્તિઓ, કોઈ લગ્નના વરઘોડો, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિઓને કે સક્ષમ અધિકારીએ કાયદેસર પરવાનગી આપી હોય તેવા વ્યક્તિઓને આ પ્રતિબંધાત્મક આદેશ લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ખંડનો કોઈપણ ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 1951 ની કલમ 135(3) મુજબ દંડને પાત્ર થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0