Junagadh News : કેરીના રસિયાઓ માટે ખુશખબર, જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું થયું આગમન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જોકે, આ વખતે કુદરત રૂઠી હોય તેમ સીઝન 10 થી 12 દિવસ મોડી પડી છે. આજે યાર્ડમાં 2000 કિલો જેટલી માતબર આવક જોવા મળી છે. જો ભાવની વાત કરીએ તો, ખાખડી કેરી અત્યારે ₹40 થી ₹80ના ભાવે માર્કેટ ગજવી રહી છે, વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેસર કેરીની સિઝન આ વર્ષે 10 થી 12 દિવસ મોડી ચાલી રહી છે.
આજે જૂનાગઢ યાર્ડમાં અંદાજે 2000 કિલો કેરીની આવક નોંધાઈ છે
છેલ્લા એક મહિનાથી ખાખડી કેરીની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે, માર્કેટમાં ખાખડી કેરીના ભાવ ₹40 થી ₹80 પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યા છે. પ્રીમિયમ ક્વોલિટીની કેરી માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, આગામી 20 થી 45 દિવસમાં કેસર કેરીની આવક તેના પિક લેવલ પર પહોંચશે.
જાણો કેસર કેરીનું નામ કઈ રીતે પડયું
2011માં ગીર કેસર કેરીને ભૌગોલિક સંકેત (GI Tag) આપવામાં આવ્યો હતો, જે તેના ભૌગોલિક મહત્વને પ્રમાણિત કરે છે, આ કેરીનું નામ જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાએ 1934માં તેના કેસરી પલ્પને જોઈને "આ તો કેસર છે" કહીને પાડ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદ દ્વારા આગામી 11 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

