Junagadh News: હું ધારાસભ્ય છું મારી સામે બોલવાનું નહીં, ભગવાનજી કરગઠિયાએ અરજદારોને રુઆબ બતાવ્યો

Aug 4, 2026 - 16:30
Junagadh News: હું ધારાસભ્ય છું મારી સામે બોલવાનું નહીં, ભગવાનજી કરગઠિયાએ અરજદારોને રુઆબ બતાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સત્તાના નશામાં ચૂર થઈને અરજદારો સાથે ગેરવર્તણૂક કરતો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.ધારાસભ્ય જામવાળી પુલના નિરીક્ષણ માટે ગયા હતા તે દરમિયાન સ્થાનિક અરજદારો પોતાની સમસ્યાઓ રજૂ કરવા પહોંચ્યા હતા.પરંતુ લોકપ્રતિનિધિ તરીકે લોકોની રજૂઆત શાંતિથી સાંભળવાને બદલે ધારાસભ્યએ કાયદો અને મર્યાદા નેવે મૂકીને અરજદારો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું

સ્થળ પર હાજર રહેલા સરકારી અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાની સત્તાનો રુવાબ બતાવવાનું શરૂ કર્યું હતું.તેમણે રજૂઆત કરવા આવેલા અરજદારને જાહેરમાં જ અપશબ્દો કહીને તતડાવીને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ દરમિયાન તેમણે હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું કહીને ધમકાવવાનો અને રુવાબ બતાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. ધારાસભ્યનો રુઆબ જોઈને લોકોમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

અપશબ્દોના પ્રયોગથી સ્થાનિકોમાં ભારે રોષ

સરકારી અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્ય દ્વારા આ પ્રકારે કરવામાં આવેલી દાદાગીરી અને અપશબ્દોના પ્રયોગથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ થઈને સામાન્ય નાગરિક સાથે આવું બેજવાબદાર અને અહંકારી વર્તન કરવા બદલ ધારાસભ્ય સામે વિરોધનો સૂર ઊઠ્યો છે.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ Surat News: બદનક્ષી અને ખંડણી કેસમાં જેલમાં રહેલી કીર્તિ પટેલની 5 દિવસમાં ફરી ધરપકડ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0