Ahmedabad News: થાઈલેન્ડ ટૂર પેકેજમાં છેતરપિંડી કરનાર ટૂર ઓપરેટર મયુર સોનીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

Nov 17, 2026 - 23:00
Ahmedabad News: થાઈલેન્ડ ટૂર પેકેજમાં છેતરપિંડી કરનાર ટૂર ઓપરેટર મયુર સોનીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં થાઈલેન્ડ ટૂર પેકેજના બહાને 18 નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરવાના ચકચારી કેસમાં ટૂર ઓપરેટર મયુર સોનીના રિમાન્ડ મંજૂર થયા છે.આ સમગ્ર મામલે ફરિયાદી ગુણવંત પટેલે નિકોલ પોલીસ મથકમાં રૂ.12.03 લાખની છેતરપિંડી અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા ગ્રામ્ય કોર્ટે તેના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપીએ કુલ રૂ.12.03 લાખની છેતરપિંડી આચરી હતી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિનાયક હોલીડે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સી સામે છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો છે.આ સમગ્ર મામલે ફરિયાદી ગુણવંત પટેલે નિકોલ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.તેમણે ટ્રાવેલ્સ સંચાલક મયુર સોની સામે છેતરપિંડી આચરી હોવાની વિધિવત ફરિયાદ નોંધાવી હતી.આરોપી મયુર સોનીએ લોકોને થાઈલેન્ડ ટૂર પેકેજ આપવાની ખાતરી આપી હતી.તેણે આકર્ષક પેકેજના નામે કુલ 18 લોકોને પોતાના વિશ્વાસમાં લીધા હતા.થાઈલેન્ડના પ્રવાસ માટે આ તમામ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.નક્કી કરેલા સમય મુજબ પ્રવાસનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું.લોકોને પ્રવાસે ન મોકલીને તેમની રકમ પણ પરત આપવામાં આવી ન હતી.આ રીતે આરોપીએ કુલ રૂ.12.03 લાખની છેતરપિંડી આચરી હતી.

ગુણવંત પટેલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી

નાણાં ગુમાવનારા લોકો વતી ગુણવંત પટેલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.નિકોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.ધરપકડ બાદ નિકોલ પોલીસે આરોપી મયુર સોનીને કસ્ટડીમાં લીધો હતો.પોલીસ કાફલાએ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો.તપાસ કરનાર પોલીસે કોર્ટમાં આરોપીની રિમાન્ડ અરજી રજૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી ગુના સંબંધિત વિગતો મેળવવી જરૂરી છે.રિમાન્ડ અરજીમાં આરોપીના અસહકાર અંગે પણ ગંભીર રજૂઆત કરવામાં આવી હતી.તેમાં જણાવવામાં આવ્યું કે આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે.વારંવાર નિવેદન બદલાતા હોવાથી સત્ય બહાર લાવવા કસ્ટડી જરૂરી હતી.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગ્રામ્ય કોર્ટે નિર્ણય લીધો હતો.કોર્ટે આરોપી મયુર સોનીના 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી મયુર સોની વિરુદ્ધ અલગ-અલગ કોર્ટમાં પણ કેસ નોંધાયેલા છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0