Junagadh : 300 બાળકો અને બાલિકાઓનું સંસ્કૃત શ્લોકોનું પઠન, પુરાણો જીવંત કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહંતસ્વામી મહારાજના એ સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી 8500 થી અધિક બાળ બાલિકા સેન્ટરના 17500 થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું.
સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જ્યો
આજે 1 વર્ષ બાદ કુલ 15666 બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સંભવતઃ આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 15000 થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.

પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો
આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણાબાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા.

‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું
આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનાર કુલ 300 જેટલા બાળ બાલિકાઓ આ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયાં હતા, જેમા વેરાવળ બંદર કઠાના ખારવા કુટુંબના બાળકોએ પણ સત્સંગને લઈને શ્લોકોનો મુખપાઠ કરેલ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

