Junagadh: મહાનગરપાલિકા દ્વારા ટેક્સની કડક વસુલાત, 317 મિલકત સીલ

જુનાગઢ મહાનગરપાલિકામાં નાગરિકોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. જેને લઈને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે. લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ બાકી જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતી. ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ કરવા કમિશનર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 317 મિલકતોને સીલ કરવામાં આવી છે. તેમજ 53 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે, ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરતી નથી તેવી મિલકતોને ટૂંક સમયમાં એનઓસી વગર વેચી શકાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢની સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે. જેનો કરોડો રૂપિયાનો વેરો હજી સુધી ભરવામાં આવ્યો નથી. આ તમામ વેરો વસુલાત માટે જુનાગઢ મહાનગરપાલિકાનું હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું છે. અનેક લોકોએ સ્થળ પર જ ટેક્સની રકમ ભરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અનેક આસામીઓએ સ્થળ પર જ વેરાની રકમ ભરપાઇ કરી દીધી હતી. શહેરમાં અનેક આસામીઓ એવા છે કે જેમણે લાંબા સમયથી બાકી વેરાની ભરપાઇ કરી ન હતી. ત્યારે આવા આસામીઓ સામે સીલ મારવાની કાર્યવાહી કરવા મનપાના કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. જેને પગલે નાયબ કમિશનર એ.એસ. ઝાપડાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા અને હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. દરમિયાન હેઠાણ ફળિયા અને માઢ સ્ટ્રીટમાં આવી 11 મિલકતો છે જેમનો 3,53,787 નો વેરો ઘણાં લાંબા સમયથી બાકી હતો. આ વેરો ભરવામાં ન આવતા આ તમામ 11 મિકલતોને મનપા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે મિલકત સીલની કાર્યવાહીથી બચવા 4 મિલકત ધારકોએ 1,50,071ની રકમ સ્થળ પર જ ભરી આપી છે. આમ, બાકી વેરો વસુલ કરવા મનપાની ઘર વેરા શાખા દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતી હોય આવા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ પણ બાકી વેરાની વસુલાત કરવા માટે મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હજુ જારી રહેશે.

Junagadh: મહાનગરપાલિકા દ્વારા ટેક્સની કડક વસુલાત, 317 મિલકત સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ મહાનગરપાલિકામાં નાગરિકોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. જેને લઈને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.

લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ બાકી

જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતી. ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ કરવા કમિશનર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 317 મિલકતોને સીલ કરવામાં આવી છે. તેમજ 53 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે, ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરતી નથી તેવી મિલકતોને ટૂંક સમયમાં એનઓસી વગર વેચી શકાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢની સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે. જેનો કરોડો રૂપિયાનો વેરો હજી સુધી ભરવામાં આવ્યો નથી. આ તમામ વેરો વસુલાત માટે જુનાગઢ મહાનગરપાલિકાનું હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું છે.

અનેક લોકોએ સ્થળ પર જ ટેક્સની રકમ ભરી

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અનેક આસામીઓએ સ્થળ પર જ વેરાની રકમ ભરપાઇ કરી દીધી હતી. શહેરમાં અનેક આસામીઓ એવા છે કે જેમણે લાંબા સમયથી બાકી વેરાની ભરપાઇ કરી ન હતી. ત્યારે આવા આસામીઓ સામે સીલ મારવાની કાર્યવાહી કરવા મનપાના કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. જેને પગલે નાયબ કમિશનર એ.એસ. ઝાપડાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા અને હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

દરમિયાન હેઠાણ ફળિયા અને માઢ સ્ટ્રીટમાં આવી 11 મિલકતો છે જેમનો 3,53,787 નો વેરો ઘણાં લાંબા સમયથી બાકી હતો. આ વેરો ભરવામાં ન આવતા આ તમામ 11 મિકલતોને મનપા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે મિલકત સીલની કાર્યવાહીથી બચવા 4 મિલકત ધારકોએ 1,50,071ની રકમ સ્થળ પર જ ભરી આપી છે. આમ, બાકી વેરો વસુલ કરવા મનપાની ઘર વેરા શાખા દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતી હોય આવા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ પણ બાકી વેરાની વસુલાત કરવા માટે મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હજુ જારી રહેશે.