Bhavnagarના પાલિતાણામાં 12 વર્ષની કિશોરી સાથે 3 શખ્સોએ આચર્યુ સામૂહિક દુષ્કર્મ

ભાવનગરના પાલિતાણામાં 12 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે,પાંચમાં ધોરણમાં ભણતી કિશોરી સાથે આ ઘટના બની છે જેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં હજી આરોપીઓ પોલીસ પકડની બહાર છે,પોલીસે પોકસો અને દુષ્કર્મ અંતર્ગત ગુનો નોંધ્યો. સામૂહિક દુષ્કર્મની ઘટના ભાવનગરના પાલિતાણામાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ છે,12 વર્ષની કિશોરી સાથે 3 આરોપીઓએ ભેગા મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યુ છે.જયપાલ સિંધી સહિત 3 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદીના દિકરી ભોજનશાળામાં પિરસવા જતા હતા તે સમયે આરોપીઓએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ ભાવનગર રોડ પર અજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ દિકરીએ આ વાત તેના માતા-પિતાને જણાવી અને પોલીસે ફરિયાદ નોંધી. 11-08-2024ના રોજ અંબાજીમાં પણ બની સામૂહિક દુષ્કર્મની ઘટના બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ ગબ્બર નજીક ઝાડીમાં સગીરાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.સગીરા શખ્સને ઓળખતી હોવાથી બાઈક પર બેઠી હતી પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે આવી ઘટના બનશે,ત્યારે નરાધમ લાલા પરમાર સહિત 6 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી હતી.સગીરાએ ઘરે આવીને તેની માતાને આ વાતની ફરિયાદ કરી હતી અને માતાએ પોલીસને વાત કરતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી અને ફરિયાદ નોંધી હતી. 8 ઓકટોબર 2024ના રોજ માંગરોળમાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં ગત 8 ઓક્ટોબર 2024ના રોજ રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.  

Bhavnagarના પાલિતાણામાં 12 વર્ષની કિશોરી સાથે 3 શખ્સોએ આચર્યુ સામૂહિક દુષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના પાલિતાણામાં 12 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે,પાંચમાં ધોરણમાં ભણતી કિશોરી સાથે આ ઘટના બની છે જેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં હજી આરોપીઓ પોલીસ પકડની બહાર છે,પોલીસે પોકસો અને દુષ્કર્મ અંતર્ગત ગુનો નોંધ્યો.

સામૂહિક દુષ્કર્મની ઘટના

ભાવનગરના પાલિતાણામાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ છે,12 વર્ષની કિશોરી સાથે 3 આરોપીઓએ ભેગા મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યુ છે.જયપાલ સિંધી સહિત 3 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદીના દિકરી ભોજનશાળામાં પિરસવા જતા હતા તે સમયે આરોપીઓએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ ભાવનગર રોડ પર અજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ દિકરીએ આ વાત તેના માતા-પિતાને જણાવી અને પોલીસે ફરિયાદ નોંધી.

11-08-2024ના રોજ અંબાજીમાં પણ બની સામૂહિક દુષ્કર્મની ઘટના

બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ ગબ્બર નજીક ઝાડીમાં સગીરાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.સગીરા શખ્સને ઓળખતી હોવાથી બાઈક પર બેઠી હતી પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે આવી ઘટના બનશે,ત્યારે નરાધમ લાલા પરમાર સહિત 6 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી હતી.સગીરાએ ઘરે આવીને તેની માતાને આ વાતની ફરિયાદ કરી હતી અને માતાએ પોલીસને વાત કરતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી અને ફરિયાદ નોંધી હતી.

8 ઓકટોબર 2024ના રોજ માંગરોળમાં બની સામૂહિક દુષ્કર્મની ઘટના

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં ગત 8 ઓક્ટોબર 2024ના રોજ રાત્રીના સમયે સગીરા પર 3 ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયા તથા રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસીયાની તબિયત લથડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.