Junagadh : તોરણીયા આશ્રમ ફરી વિવાદમાં, શિષ્યાનો ગુરુ પર ગંભીર આક્ષેપ
જૂનાગઢના કેશોદમાં આવેલ તોરણીયા આશ્રમ ફરી વિવાદમાં જોવા મળ્યો. તોરણીયા આશ્રમના સાધ્વીએ તેમના જ ગુરુ પર ગંભીર આક્ષેપ કર્યો. તોરણીયા આશ્રમના સાધ્વીએ તેમના ગુરુ શંકરદાસે સેવાના બહાના બીભત્સ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.શિષ્યાનો ગુરુ પર આક્ષેપજૂનાગઢના કેશોદના તોરણીયા આશ્રમમાં જરા ઘણા સમયથી ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે જેમાં ગુરુ શંકરદાસ સામે તેની જ શિષ્ય દ્વારા ચેનચાળા કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બેંગ્લોર થી સાધવીને શંકરદાસ બાપુ એ પોતે બીમાર છે તેમ કહીને અહીં સેવા ચાકરી કરવા આવ તેવી વાત કરીને કેશોદના તોરણીયા આશ્રમમાં બોલાવવામાં આવી હતી અને તેમને દીક્ષા આપી તેને શિષ્ય બનાવવામાં આવતી પરંતુ ગુરુ શંકરદાસ ખરાબ થયો હોવાના આક્ષેપ કરી અવારનવાર તેને શારીરિક અડપલાઓ કરતા હતા અને એક વખત તેને કપડાં પણ ફાડી નાખ્યા હોવાની ઘટના બની હોવાનો આક્ષેપ સાધ્વી દ્વારા કરવામાં આવ્યો છે. શિષ્યાની પોલીસમાં અરજીઆ ઘટના બાદ ડરી ગયેલી શિષ્ય દ્વારા શંકરદાસ સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી શંકરદાસે અન્ય સભ્યો સાથે પણ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપ આ સાધ્વી દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ તેમના ગુરુભાઈ સિધ્ધરાજ મુનિએ તેમને બચાવ્યા હતા અને ગુરુ શંકરદાસે શિષ્ય સિધ્ધરાજ મુનિ સાથે ઝઘડો કર્યો હતો અને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ શંકરદાસે સિધ્ધરાજ અને આ સાધ્વી વચ્ચે અનૈતિક સંબંધો છે તેવા આક્ષેપો કર્યા હતા જેને લઈને સિધ્ધરાજ મુની દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે અને શંકરદાસ આશ્રમની તમામ વસ્તુઓને વેચીને પૈસા બારોબાર લઈ જતા હતા અને ખોટી જગ્યાએ તેનો ઉપયોગ કરતા હતા જેને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક જગ્યા બની વિવાદનું સ્થાનજૂનાગઢમાં ધાર્મિક જગ્યાને અવારનવાર વિવાદો સામે બહાર આવતા હોય છે. મહંત મહેશગીરી અને મહંત હરિગીરી બાપુ વચ્ચે ગાદીપતિને લઈને છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને મહાનુભાવોના વિવાદમાં ગિરીશ કોટેચા પણ મેદાનમાં હતા. દરમ્યાન પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભને લઈને મહંત મહેશગીરીએ કહ્યું હતું કે કોના બાપની તાકાત છે મને કુંભ જતા રોકે. મહંત મહેશગિરીના આવા તેવરને લઈને જૂના અખાડા પરિષદ આકરો નિર્ણય લેતા મહેશગીરી બાપુ સહિત અન્ય ત્રણ સાધુઓને દૂર કર્યા. સાધુઓ સંસારમાં ફસાયાનોંધનીય છે કે ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થાય બાદથી ગાદી વિવાદ વધુ વકર્યો છે. સાધુ-સંતો સમાજને મોહ અને લોભ છોડી તેજમ સારું ચરિત્ર ઘડવા ઉપદેશો આપતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં સત્તાને લઈને સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને હવે તોરણીયા આશ્રમના સાધ્વીએ સારવારના બહાને ગુરુએ બિભત્સ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કરતાં ગુરુ-શિષ્યના સંબંધ પર લાંછન લાગ્યું છે. સંસાર છોડનાર સાધુઓ આખરે સંસારની જ માયામાં ફસાયેલા જોવા મળ્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના કેશોદમાં આવેલ તોરણીયા આશ્રમ ફરી વિવાદમાં જોવા મળ્યો. તોરણીયા આશ્રમના સાધ્વીએ તેમના જ ગુરુ પર ગંભીર આક્ષેપ કર્યો. તોરણીયા આશ્રમના સાધ્વીએ તેમના ગુરુ શંકરદાસે સેવાના બહાના બીભત્સ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.
શિષ્યાનો ગુરુ પર આક્ષેપ
જૂનાગઢના કેશોદના તોરણીયા આશ્રમમાં જરા ઘણા સમયથી ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે જેમાં ગુરુ શંકરદાસ સામે તેની જ શિષ્ય દ્વારા ચેનચાળા કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બેંગ્લોર થી સાધવીને શંકરદાસ બાપુ એ પોતે બીમાર છે તેમ કહીને અહીં સેવા ચાકરી કરવા આવ તેવી વાત કરીને કેશોદના તોરણીયા આશ્રમમાં બોલાવવામાં આવી હતી અને તેમને દીક્ષા આપી તેને શિષ્ય બનાવવામાં આવતી પરંતુ ગુરુ શંકરદાસ ખરાબ થયો હોવાના આક્ષેપ કરી અવારનવાર તેને શારીરિક અડપલાઓ કરતા હતા અને એક વખત તેને કપડાં પણ ફાડી નાખ્યા હોવાની ઘટના બની હોવાનો આક્ષેપ સાધ્વી દ્વારા કરવામાં આવ્યો છે.
શિષ્યાની પોલીસમાં અરજી
આ ઘટના બાદ ડરી ગયેલી શિષ્ય દ્વારા શંકરદાસ સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી શંકરદાસે અન્ય સભ્યો સાથે પણ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપ આ સાધ્વી દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ તેમના ગુરુભાઈ સિધ્ધરાજ મુનિએ તેમને બચાવ્યા હતા અને ગુરુ શંકરદાસે શિષ્ય સિધ્ધરાજ મુનિ સાથે ઝઘડો કર્યો હતો અને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ શંકરદાસે સિધ્ધરાજ અને આ સાધ્વી વચ્ચે અનૈતિક સંબંધો છે તેવા આક્ષેપો કર્યા હતા જેને લઈને સિધ્ધરાજ મુની દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે અને શંકરદાસ આશ્રમની તમામ વસ્તુઓને વેચીને પૈસા બારોબાર લઈ જતા હતા અને ખોટી જગ્યાએ તેનો ઉપયોગ કરતા હતા જેને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું જણાવ્યું હતું.
ધાર્મિક જગ્યા બની વિવાદનું સ્થાન
જૂનાગઢમાં ધાર્મિક જગ્યાને અવારનવાર વિવાદો સામે બહાર આવતા હોય છે. મહંત મહેશગીરી અને મહંત હરિગીરી બાપુ વચ્ચે ગાદીપતિને લઈને છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને મહાનુભાવોના વિવાદમાં ગિરીશ કોટેચા પણ મેદાનમાં હતા. દરમ્યાન પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભને લઈને મહંત મહેશગીરીએ કહ્યું હતું કે કોના બાપની તાકાત છે મને કુંભ જતા રોકે. મહંત મહેશગિરીના આવા તેવરને લઈને જૂના અખાડા પરિષદ આકરો નિર્ણય લેતા મહેશગીરી બાપુ સહિત અન્ય ત્રણ સાધુઓને દૂર કર્યા.
સાધુઓ સંસારમાં ફસાયા
નોંધનીય છે કે ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થાય બાદથી ગાદી વિવાદ વધુ વકર્યો છે. સાધુ-સંતો સમાજને મોહ અને લોભ છોડી તેજમ સારું ચરિત્ર ઘડવા ઉપદેશો આપતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં સત્તાને લઈને સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને હવે તોરણીયા આશ્રમના સાધ્વીએ સારવારના બહાને ગુરુએ બિભત્સ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કરતાં ગુરુ-શિષ્યના સંબંધ પર લાંછન લાગ્યું છે. સંસાર છોડનાર સાધુઓ આખરે સંસારની જ માયામાં ફસાયેલા જોવા મળ્યા.