Junagadh જિલ્લામાં વધુ એક આશ્રમ વિવાદમાં, મુખ્ય મહંતે લગાવ્યા ગંભીર આક્ષેપ
જુનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે, પ્રથમ અંબાજી મંદિર ત્યારબાદ ભવનાથ, ભૂતનાથ અને સતાધાર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં બે સાધુઓનો વિવાદ સામે આવ્યો છે. જેમાં તોરણીયા આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારુ, ચરસ, ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.આશ્રમમાં ગાંજો, ચરસ લાવી મહેફિલ માણવાનો આક્ષેપ આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતાં લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. તોરણીયા આશ્રમનું સંચાલન કરતાં મહાન શંકરદાસ ગુરુ નિર્ભયદાસ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે. 6 મહિના પહેલા સિધ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુએ તેમને તોરણીયા આશ્રમમાં આશરો આપ્યો હતો. છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું, પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણીયા આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારુ, ચરસ, ગાંજા જેવી ચીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેર પ્રવૃતિ શરૂ થઈ હતી. આશ્રમ પર કબ્જો જમાવી દીધાનો લગાવ્યો આક્ષેપ ત્યારે આશ્રમના મહંત શંકર દાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો હતો. બે સાધુ અને એક સાધ્વીને ઠપકો આપતા બંને સાધુએ મળીને મુખ્યમહંતને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને ગળા પર તલવાર મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ બંને સાધુઓએ મુખ્ય મહંતને હાંકી કાઢ્યા બાદ બંને સાધુઓ બેંગ્લોરથી એક મહિલાને અહીં આશ્રમમાં લાવ્યા હતા અને તે આજે સાધ્વી તરીકે આ આશ્રમમાં રહેવા લાગ્યા છે, તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. હાલ બે સાધુ અને એક સાધુ મળીને આ તોરણીયા આશ્રમમાં ગેર પ્રવૃતિઓ થઈ રહી છે અને આશ્રમ પર કબજો જમાવી દીધો છે. જેને લઈને આશ્રમના મુખ્યમહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોતાનો આશ્રમ પરત આપવામાં આવે તેવી માગણી કરી છે. સિદ્ધરાજ મુનિએ પોતાના પર લગાવેલા આક્ષેપ ફગાવ્યા બીજી તરફ આ આશ્રમમાં હાલના મહંત સિધ્ધરાજ મુનીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે 2020માં આ જગ્યા ઉપર તેમની ચાદર વિધિ કરવામાં આવી છે, ઉદાસીન અખાડાના મુખ્ય સાધુઓ અને સંતો દ્વારા તેમની ચાદર વિધિ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે મહંત શંકર દાસ બાપુ સામે પણ તેમણે આક્ષેપ કર્યા હતા, તેઓ પોતાની રીતે ચાલ્યા ગયાઓનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે તેને કોઈ પ્રકારે ધાકધમકી કે મારી નથી તેમ જ તેનું સામાન પણ અમે આપી દેવા માગીએ છીએ, પરંતુ તેને પોલીસમાં અરજી કરી છે કે મારાથી તેમને જીવનનું જોખમ છે તો તેને બહાર જ રહેવું સારું. જો હું આશ્રમમાં દારૂ કે ગેરપ્રવૃત્તિ કરતો હોય તો મને જણાવે કે હું ક્યાંથી હું દારૂ લઈને આવું છું અને ક્યારે મેં કોની સાથે મહેફિલો માણી છે તેની સાબિતી આપે. બાકી આ તમામ આરોપો પાયાવિહોણા છે. લ તો કેશોદના તોરણીયા આશ્રમનો વિવાદ દિવસેના દિવસે વક્રી રહ્યો છે અને બંને સાધુઓ એકબીજાના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે,ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે, પ્રથમ અંબાજી મંદિર ત્યારબાદ ભવનાથ, ભૂતનાથ અને સતાધાર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં બે સાધુઓનો વિવાદ સામે આવ્યો છે. જેમાં તોરણીયા આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારુ, ચરસ, ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
આશ્રમમાં ગાંજો, ચરસ લાવી મહેફિલ માણવાનો આક્ષેપ
આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતાં લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. તોરણીયા આશ્રમનું સંચાલન કરતાં મહાન શંકરદાસ ગુરુ નિર્ભયદાસ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે. 6 મહિના પહેલા સિધ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુએ તેમને તોરણીયા આશ્રમમાં આશરો આપ્યો હતો. છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું, પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણીયા આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારુ, ચરસ, ગાંજા જેવી ચીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેર પ્રવૃતિ શરૂ થઈ હતી.
આશ્રમ પર કબ્જો જમાવી દીધાનો લગાવ્યો આક્ષેપ
ત્યારે આશ્રમના મહંત શંકર દાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો હતો. બે સાધુ અને એક સાધ્વીને ઠપકો આપતા બંને સાધુએ મળીને મુખ્યમહંતને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને ગળા પર તલવાર મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ બંને સાધુઓએ મુખ્ય મહંતને હાંકી કાઢ્યા બાદ બંને સાધુઓ બેંગ્લોરથી એક મહિલાને અહીં આશ્રમમાં લાવ્યા હતા અને તે આજે સાધ્વી તરીકે આ આશ્રમમાં રહેવા લાગ્યા છે, તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. હાલ બે સાધુ અને એક સાધુ મળીને આ તોરણીયા આશ્રમમાં ગેર પ્રવૃતિઓ થઈ રહી છે અને આશ્રમ પર કબજો જમાવી દીધો છે. જેને લઈને આશ્રમના મુખ્યમહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોતાનો આશ્રમ પરત આપવામાં આવે તેવી માગણી કરી છે.
સિદ્ધરાજ મુનિએ પોતાના પર લગાવેલા આક્ષેપ ફગાવ્યા
બીજી તરફ આ આશ્રમમાં હાલના મહંત સિધ્ધરાજ મુનીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે 2020માં આ જગ્યા ઉપર તેમની ચાદર વિધિ કરવામાં આવી છે, ઉદાસીન અખાડાના મુખ્ય સાધુઓ અને સંતો દ્વારા તેમની ચાદર વિધિ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે મહંત શંકર દાસ બાપુ સામે પણ તેમણે આક્ષેપ કર્યા હતા, તેઓ પોતાની રીતે ચાલ્યા ગયાઓનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે તેને કોઈ પ્રકારે ધાકધમકી કે મારી નથી તેમ જ તેનું સામાન પણ અમે આપી દેવા માગીએ છીએ, પરંતુ તેને પોલીસમાં અરજી કરી છે કે મારાથી તેમને જીવનનું જોખમ છે તો તેને બહાર જ રહેવું સારું. જો હું આશ્રમમાં દારૂ કે ગેરપ્રવૃત્તિ કરતો હોય તો મને જણાવે કે હું ક્યાંથી હું દારૂ લઈને આવું છું અને ક્યારે મેં કોની સાથે મહેફિલો માણી છે તેની સાબિતી આપે. બાકી આ તમામ આરોપો પાયાવિહોણા છે. લ તો કેશોદના તોરણીયા આશ્રમનો વિવાદ દિવસેના દિવસે વક્રી રહ્યો છે અને બંને સાધુઓ એકબીજાના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે,ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું.