Junagadh: કેશોદમાં મહિલાની 2 દિકરીઓને નોકરી અપાવી કોન્ટ્રાક્ટરે આચર્યુ દુષ્કર્મ
જુનાગઢ જિલ્લાના કેશોદમાં કરાર આધારિત નોકરી અપાવી બે દીકરીઓની માતા સાથે કોન્ટ્રાક્ટરે અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા એક મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.નરેન્દ્ર ઝાલાએ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ કેશોદની મહિલાને તેની બંને દીકરીઓના અભ્યાસ પૂર્ણ થતા નોકરી માટે કેશોદ અર્બન સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધા ગોહેલ સાથે સંપર્ક થયો હતો. બંને દીકરીઓ અભ્યાસ કરી ચૂકી છે અને એને કોઈ સારી જગ્યાએ નોકરી મળે તે માટે ભોગ બનનાર શ્રદ્ધા ગોહેલને ભલામણ કરી હતી અને આ ભલામણને લઈને શ્રદ્ધા ગોહેલે પીડિત મહિલાને તેમની બંને દીકરીઓના બાયોડેટા લઈને કેશોદના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી નરેન્દ્ર ઝાલાને મળવાનું જણાવ્યું હતું અને શ્રદ્ધા ગોહેલના જણાવ્યા અનુસાર મહિલા નરેન્દ્ર ઝાલાને મળવા ગઈ હતી અને ત્યાં ઓફિસમાં જ નરેન્દ્ર ઝાલાએ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પીડિત મહિલાએ શ્રદ્ધા ગોહેલને કરી હતી, ત્યારે શ્રદ્ધા ગોહિલે મહિલાને કહ્યું કે જો તારી દીકરીઓને નોકરી જોઈતી હશે તો આ કરવું જ પડશે. નોકરી અપાવી મહિલા સાથે કોન્ટ્રાક્ટરે વારંવાર આચર્યુ દુષ્કર્મ વાત આટલેથી જ અટકતી નથી, પરંતુ નરેન્દ્ર ઝાલાએ મહિલાની મુલાકાત કરાર આધારિત નોકરી અપાવનાર કોન્ટ્રાક્ટર જૂનાગઢના વડાલ ગામના રજનીકાંત વાછાણી સાથે થઈ હતી. ત્યારે રજનીકાંત વાછાણીએ પણ મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેની બંને દીકરીઓને નોકરી અપાવી હતી. થોડા સમય પહેલા રજનીકાંત વાછાણીએ મહિલાના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ હવે રજનીકાંત વાછાણી હવસ ભરી નજર પીડિતા મહિલાની મોટી દીકરી ઉપર હતું અને તેને કહ્યું કે હવે તારી મોટી દીકરીને બીજી વખત તૈયાર રાખજે, ત્યારે હું આવીશ. આ સાંભળીને મહિલા હચમચી ઉઠી અને પોતાની બંને દીકરીઓની ઉપર ખરાબ નજર કરનાર બંને શખ્શો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને જે મહિલા એટલે કે શ્રદ્ધા ગોહેલે આ બંનેની મુલાકાત કરાવી હતી તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોટું સેક્સ સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતા પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નરાધમોએ નોકરી અપાવવાની લાલચ આપીને તેની સંસ્થા દ્વારા 600 દીકરીઓ કામ કરે છે અને તેમની સાથે પણ ખોટું થયું હશે, જો આ બંને પકડાય તો મોટું સેક્સ સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતા છે. કેશોદ પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ નરેન્દ્ર ઝાલાની ઓફિસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રજનીકાંત વાછાણીની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી પરંતુ હાલ બંને આરોપીઓ ફરિયાદ દાખલ થતાની સાથે જ ફરાર થઈ ગયા છે, ત્યારે પોલીસે પણ આ બંનેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. આવા નરાધમો યુવતીઓને નોકરી આપવાની લાલચ આપીને તેમની વાસના સંતોષતા હોય છે, ત્યારે આવા પાખંડીઓને કડક સજા થવી જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ જિલ્લાના કેશોદમાં કરાર આધારિત નોકરી અપાવી બે દીકરીઓની માતા સાથે કોન્ટ્રાક્ટરે અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા એક મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નરેન્દ્ર ઝાલાએ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ
કેશોદની મહિલાને તેની બંને દીકરીઓના અભ્યાસ પૂર્ણ થતા નોકરી માટે કેશોદ અર્બન સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધા ગોહેલ સાથે સંપર્ક થયો હતો. બંને દીકરીઓ અભ્યાસ કરી ચૂકી છે અને એને કોઈ સારી જગ્યાએ નોકરી મળે તે માટે ભોગ બનનાર શ્રદ્ધા ગોહેલને ભલામણ કરી હતી અને આ ભલામણને લઈને શ્રદ્ધા ગોહેલે પીડિત મહિલાને તેમની બંને દીકરીઓના બાયોડેટા લઈને કેશોદના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી નરેન્દ્ર ઝાલાને મળવાનું જણાવ્યું હતું અને શ્રદ્ધા ગોહેલના જણાવ્યા અનુસાર મહિલા નરેન્દ્ર ઝાલાને મળવા ગઈ હતી અને ત્યાં ઓફિસમાં જ નરેન્દ્ર ઝાલાએ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પીડિત મહિલાએ શ્રદ્ધા ગોહેલને કરી હતી, ત્યારે શ્રદ્ધા ગોહિલે મહિલાને કહ્યું કે જો તારી દીકરીઓને નોકરી જોઈતી હશે તો આ કરવું જ પડશે.
નોકરી અપાવી મહિલા સાથે કોન્ટ્રાક્ટરે વારંવાર આચર્યુ દુષ્કર્મ
વાત આટલેથી જ અટકતી નથી, પરંતુ નરેન્દ્ર ઝાલાએ મહિલાની મુલાકાત કરાર આધારિત નોકરી અપાવનાર કોન્ટ્રાક્ટર જૂનાગઢના વડાલ ગામના રજનીકાંત વાછાણી સાથે થઈ હતી. ત્યારે રજનીકાંત વાછાણીએ પણ મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેની બંને દીકરીઓને નોકરી અપાવી હતી. થોડા સમય પહેલા રજનીકાંત વાછાણીએ મહિલાના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ હવે રજનીકાંત વાછાણી હવસ ભરી નજર પીડિતા મહિલાની મોટી દીકરી ઉપર હતું અને તેને કહ્યું કે હવે તારી મોટી દીકરીને બીજી વખત તૈયાર રાખજે, ત્યારે હું આવીશ. આ સાંભળીને મહિલા હચમચી ઉઠી અને પોતાની બંને દીકરીઓની ઉપર ખરાબ નજર કરનાર બંને શખ્શો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને જે મહિલા એટલે કે શ્રદ્ધા ગોહેલે આ બંનેની મુલાકાત કરાવી હતી તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોટું સેક્સ સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતા
પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નરાધમોએ નોકરી અપાવવાની લાલચ આપીને તેની સંસ્થા દ્વારા 600 દીકરીઓ કામ કરે છે અને તેમની સાથે પણ ખોટું થયું હશે, જો આ બંને પકડાય તો મોટું સેક્સ સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતા છે. કેશોદ પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ નરેન્દ્ર ઝાલાની ઓફિસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રજનીકાંત વાછાણીની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી
પરંતુ હાલ બંને આરોપીઓ ફરિયાદ દાખલ થતાની સાથે જ ફરાર થઈ ગયા છે, ત્યારે પોલીસે પણ આ બંનેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. આવા નરાધમો યુવતીઓને નોકરી આપવાની લાલચ આપીને તેમની વાસના સંતોષતા હોય છે, ત્યારે આવા પાખંડીઓને કડક સજા થવી જોઈએ.