Junagadhમા સાસણ અને ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓની ઉમટી પડી ભીડ, વાંચો Story

જૂનાગઢમાં નાતાલના વેકેશનને લઈને પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે.પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢ હવે દિવસેને દિવસે લોકોને વધુ આકર્ષિત કરી રહ્યું છે ત્યારે આ વર્ષે સાસણ અને ગિરનાર ઉપર ફરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્યા છે.જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. પ્રવાસીઓએ માણ્યો આનંદ નાતાલના મિની વેકેશનને કારણે ગિરનાર પર્વત સાસણ અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપવે બન્યા બાદ ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતો જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગિરનાર પર્વત પર યાત્રાળુઓ બહોળી સંખ્યામાં માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને પહોંચ્યા હતા.શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજ ભર્યા વાતાવરણમાં યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. તંત્રએ પણ કરી તમામ તૈયારીઓ ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ પોતાના પરિવાર મિત્રો સાથે ગિરનારની મોજ માણવા આવે છે. અને આહલાદક અલૌકિક પ્રકૃતિનો આનંદ માણે છે.જૂનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોની પહેલી પસંદ અને સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાસણમાં 400 થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે.આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થર્ટી ફર્સ્ટમાં ઉમટી પડે તેવી સંભાવના છે સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા ટુરીસ્ટોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ્ દ્વાર સાસણમાં ગીર અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ્ દ્વાર સાસણ ગીર છે સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓને સાસણ સિંહ દર્શન માટે જાણીતું છે દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 5.5 લાખ પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લઈને ગિરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે. પ્રકૃતિની ગોદમાં આહ્લાદક વાતાવરણ ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600 થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે 338 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે,આમ નાતાલ પર્વ નિમિત્તે અને નવા વર્ષની ઉજવણી માટે લોકો સાસણ અને ગિરનારમાં ઉમટી પડ્યા છે અને પ્રકૃતિની ગોદમાં આહ્લાદક વાતાવરણ વચ્ચે મન મૂકી આનંદ કરી રહ્યા છે.

Junagadhમા સાસણ અને ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓની ઉમટી પડી ભીડ, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં નાતાલના વેકેશનને લઈને પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે.પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢ હવે દિવસેને દિવસે લોકોને વધુ આકર્ષિત કરી રહ્યું છે ત્યારે આ વર્ષે સાસણ અને ગિરનાર ઉપર ફરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્યા છે.જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.

પ્રવાસીઓએ માણ્યો આનંદ

નાતાલના મિની વેકેશનને કારણે ગિરનાર પર્વત સાસણ અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપવે બન્યા બાદ ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતો જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગિરનાર પર્વત પર યાત્રાળુઓ બહોળી સંખ્યામાં માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને પહોંચ્યા હતા.શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજ ભર્યા વાતાવરણમાં યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.


તંત્રએ પણ કરી તમામ તૈયારીઓ

ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ પોતાના પરિવાર મિત્રો સાથે ગિરનારની મોજ માણવા આવે છે. અને આહલાદક અલૌકિક પ્રકૃતિનો આનંદ માણે છે.જૂનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોની પહેલી પસંદ અને સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાસણમાં 400 થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે.આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થર્ટી ફર્સ્ટમાં ઉમટી પડે તેવી સંભાવના છે સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા ટુરીસ્ટોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ્ દ્વાર

સાસણમાં ગીર અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ્ દ્વાર સાસણ ગીર છે સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓને સાસણ સિંહ દર્શન માટે જાણીતું છે દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 5.5 લાખ પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લઈને ગિરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે.

પ્રકૃતિની ગોદમાં આહ્લાદક વાતાવરણ

ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600 થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે 338 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે,આમ નાતાલ પર્વ નિમિત્તે અને નવા વર્ષની ઉજવણી માટે લોકો સાસણ અને ગિરનારમાં ઉમટી પડ્યા છે અને પ્રકૃતિની ગોદમાં આહ્લાદક વાતાવરણ વચ્ચે મન મૂકી આનંદ કરી રહ્યા છે.