Junagadhમા પોલીસ ઉંઘતી રહી અને તસ્કરોએ 6 થી 7 દુકાનોના તાળા તોડયા

જૂનાગઢમાં દિવાળીના તહેવારમાં તસ્કરો બેફામ બન્યા છે,તસ્કરોએ રઝવી બજારમાં 6 થી 7 દુકાનોના તાળા તોડયા છે અને ચોરી કરી છે કાપડની દુકાનોને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી છે,આ સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં તસ્કરો દ્રારા બંધ દુકાનોમાં ચોરી કરવામાં આવે છે તેવું ફલિત થયા છે.ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. કાપડની દુકાનોને બનાવ્યા નિશાન તહેવારના સમયે ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે આવી જ એક ચોરીની ઘટના જૂનાગઢમાં બની છે જેમાં તસ્કરોએ 6 થી 7 દુકાનોના તાળા તોડયા છે.વેપારીઓ સવારે દુકાને આવ્યા ત્યારે સામે આવ્યું કે ચોરીની ઘટના બની છે,વેપારીઓ દ્રારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.વેપારીઓ હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરી છે. પોલીસે હાથધરી તપાસ પોલીસે હાલમાં ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે.દુકાનનો નકુચો તોડીને ચોરી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.પોલીસે અલગ-અલગ જગ્યાના સીસીટીવી જપ્ત કર્યા છે અને તપાસ હાથધરી છે.ત્યારે જોવાનું એ રહ્યું કે,પોલીસ તસ્કરોને કયારે ઝડપી જેલ હવાલે કરે છે,ત્યારે અગામી સમયમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરે છે કે નહી તે પણ જોવાનું રહ્યું,પોલીસના પેટ્રોલિંગની સામે વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો,અને આરોપીઓ જલદીથી ઝડપાય તેવી માગ કરી હતી. તહેવારોના સમયે બને છે ચોરીની ઘટના તહેવારોના સમયે ચોરીની ઘટના બનતી હોય છે,ત્યારે પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે,તહેવારોના સમયે જાણે તસ્કરોને ખુલ્લું મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.એક સાથે 6 થી 7 દુકાનોના તાળા તૂટયા એ કોઈ નાની વાત નથી,જૂનાગઢ પોલીસ જરા સતર્ક બનો અને આળસ ખંખેરી પેટ્રોલિંગ કરો નહીતર આવા તસ્કરો તમને ખુલ્લી ચેલેન્જ આપીને ચોરી કરીને જતા રહે છે.  

Junagadhમા પોલીસ ઉંઘતી રહી અને તસ્કરોએ 6 થી 7 દુકાનોના તાળા તોડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં દિવાળીના તહેવારમાં તસ્કરો બેફામ બન્યા છે,તસ્કરોએ રઝવી બજારમાં 6 થી 7 દુકાનોના તાળા તોડયા છે અને ચોરી કરી છે કાપડની દુકાનોને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી છે,આ સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં તસ્કરો દ્રારા બંધ દુકાનોમાં ચોરી કરવામાં આવે છે તેવું ફલિત થયા છે.ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

કાપડની દુકાનોને બનાવ્યા નિશાન

તહેવારના સમયે ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે આવી જ એક ચોરીની ઘટના જૂનાગઢમાં બની છે જેમાં તસ્કરોએ 6 થી 7 દુકાનોના તાળા તોડયા છે.વેપારીઓ સવારે દુકાને આવ્યા ત્યારે સામે આવ્યું કે ચોરીની ઘટના બની છે,વેપારીઓ દ્રારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.વેપારીઓ હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરી છે.

પોલીસે હાથધરી તપાસ

પોલીસે હાલમાં ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે.દુકાનનો નકુચો તોડીને ચોરી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.પોલીસે અલગ-અલગ જગ્યાના સીસીટીવી જપ્ત કર્યા છે અને તપાસ હાથધરી છે.ત્યારે જોવાનું એ રહ્યું કે,પોલીસ તસ્કરોને કયારે ઝડપી જેલ હવાલે કરે છે,ત્યારે અગામી સમયમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરે છે કે નહી તે પણ જોવાનું રહ્યું,પોલીસના પેટ્રોલિંગની સામે વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો,અને આરોપીઓ જલદીથી ઝડપાય તેવી માગ કરી હતી.

તહેવારોના સમયે બને છે ચોરીની ઘટના

તહેવારોના સમયે ચોરીની ઘટના બનતી હોય છે,ત્યારે પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે,તહેવારોના સમયે જાણે તસ્કરોને ખુલ્લું મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.એક સાથે 6 થી 7 દુકાનોના તાળા તૂટયા એ કોઈ નાની વાત નથી,જૂનાગઢ પોલીસ જરા સતર્ક બનો અને આળસ ખંખેરી પેટ્રોલિંગ કરો નહીતર આવા તસ્કરો તમને ખુલ્લી ચેલેન્જ આપીને ચોરી કરીને જતા રહે છે.