Junagadhમાં કોર્પોરેટર ગંદા પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચતા અધિકારીઓ ગભરાયા

જૂનાગઢના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર પહોંચ્યા કોર્પોરેશનની ઓફિસે ગંદા પાણીની સમસ્યા દૂર ના થતા કોર્પોરેટર ખુદ પહોંચ્યા કોર્પોરેશન ગંદા પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનની ઓફીસે પહોંચતા મચ્યો ખળભળાટ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ગંદા પાણીના સેમ્પલ લઈને કોર્પોરેશનમાં રજૂઆત માટે પહોંચતા ચકચાર મચી હતી,સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હતી પરંતુ નિરાકરણ ના આવતા આખરે કોર્પોરેટર જ પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનની ઓફીસે પહોંચતા સ્થાનિકોએ ટેકો કર્યો હતો. વોર્ડ નંબર 10ના છે ભાજપના કોર્પોરેટર જૂનાગઢ વોર્ડ નંબર 10માં લોકોને ગંદુ પાણી પાવા માટે મજબૂર થવું પડતું હોવાની ભાજપના કોર્પોરેટરે જ રજૂઆત કરી છે. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર હિતેષ ઉદાણી ગંદા પાણીના સેમ્પલની પાણીની બોટલ હાથમાં લઇ મહાનગર પાલિકા ખાતે તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા.છેલ્લા સાત આઠ દિવસથી આ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. ત્યારે અમને એમ હતું કે ચાર પાંચ દિવસ પછી પાણી ચોખ્ખું આવવા લાગશે. પરંતુ આટલા દિવસો વિતવા છતાં પણ પાણી ચોખ્ખું આવ્યું નહીં એટલે કોર્પોરેટર પહોંચ્યા કોર્પોરેશન ઓફીસે. ફિલ્ટર પ્લાન્ટની કરી માંગણી ઉપરકોટમાંથી આ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તે પાણી ખૂબ જ ગંદુ આવે છે. ત્યારે આ પાણીમાં ફટકડી ભેળવી પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાણી મામલે અગાઉ પણ મહાનગરપાલિકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 10માં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે પીવાલાયક નથી તેવું કોર્પોરેટર કહ્યું હતું.ગંદા પાણી આ વિસ્તારમાં આવે છે તે મામલે અગાઉ ફિલ્ટર પ્લાન્ટની પણ માગણી કરી હતી. ત્યારે ચાર વર્ષ વિતવા છતાં પણ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો નથી. રોગચાળો ફેલાવની સંપૂર્ણ શકયતા દેખાય છે જ્યારે પણ ફિલ્ટર પ્લાન્ટ મામલે અધિકારીને કહેવામાં આવે છે ત્યારે અધિકારી દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારા ફિલ્ટર પ્લાન્ટનું કામ શરૂ છે પરંતુ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ બન્યો નથી. ત્યારે ગંદા પાણી મામલે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.આ મામલે આજે જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ વિસ્તારના ગંદા પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગંદા પાણી મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે અને ગંદા પાણીના પ્રશ્ન મામલે તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવશે.આમ આ વોર્ડ મા તાત્કાલિક અસરથી જો સ્વચ્છ પાણીનું વિતરણ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.  

Junagadhમાં કોર્પોરેટર ગંદા પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચતા અધિકારીઓ ગભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર પહોંચ્યા કોર્પોરેશનની ઓફિસે
  • ગંદા પાણીની સમસ્યા દૂર ના થતા કોર્પોરેટર ખુદ પહોંચ્યા કોર્પોરેશન
  • ગંદા પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનની ઓફીસે પહોંચતા મચ્યો ખળભળાટ

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ગંદા પાણીના સેમ્પલ લઈને કોર્પોરેશનમાં રજૂઆત માટે પહોંચતા ચકચાર મચી હતી,સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હતી પરંતુ નિરાકરણ ના આવતા આખરે કોર્પોરેટર જ પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનની ઓફીસે પહોંચતા સ્થાનિકોએ ટેકો કર્યો હતો.

વોર્ડ નંબર 10ના છે ભાજપના કોર્પોરેટર

જૂનાગઢ વોર્ડ નંબર 10માં લોકોને ગંદુ પાણી પાવા માટે મજબૂર થવું પડતું હોવાની ભાજપના કોર્પોરેટરે જ રજૂઆત કરી છે. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર હિતેષ ઉદાણી ગંદા પાણીના સેમ્પલની પાણીની બોટલ હાથમાં લઇ મહાનગર પાલિકા ખાતે તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા.છેલ્લા સાત આઠ દિવસથી આ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. ત્યારે અમને એમ હતું કે ચાર પાંચ દિવસ પછી પાણી ચોખ્ખું આવવા લાગશે. પરંતુ આટલા દિવસો વિતવા છતાં પણ પાણી ચોખ્ખું આવ્યું નહીં એટલે કોર્પોરેટર પહોંચ્યા કોર્પોરેશન ઓફીસે.


ફિલ્ટર પ્લાન્ટની કરી માંગણી

ઉપરકોટમાંથી આ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તે પાણી ખૂબ જ ગંદુ આવે છે. ત્યારે આ પાણીમાં ફટકડી ભેળવી પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાણી મામલે અગાઉ પણ મહાનગરપાલિકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 10માં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે પીવાલાયક નથી તેવું કોર્પોરેટર કહ્યું હતું.ગંદા પાણી આ વિસ્તારમાં આવે છે તે મામલે અગાઉ ફિલ્ટર પ્લાન્ટની પણ માગણી કરી હતી. ત્યારે ચાર વર્ષ વિતવા છતાં પણ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો નથી.

રોગચાળો ફેલાવની સંપૂર્ણ શકયતા દેખાય છે

જ્યારે પણ ફિલ્ટર પ્લાન્ટ મામલે અધિકારીને કહેવામાં આવે છે ત્યારે અધિકારી દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારા ફિલ્ટર પ્લાન્ટનું કામ શરૂ છે પરંતુ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ બન્યો નથી. ત્યારે ગંદા પાણી મામલે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.આ મામલે આજે જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ વિસ્તારના ગંદા પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગંદા પાણી મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે અને ગંદા પાણીના પ્રશ્ન મામલે તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવશે.આમ આ વોર્ડ મા તાત્કાલિક અસરથી જો સ્વચ્છ પાણીનું વિતરણ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.