Junagadhનુ મટિયાણા ગામ જળબંબાકાર,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી,જુઓ Exclusive Photos

સ્થાનિકોને ઘરની બહાર નિકળવું થયુ મુશ્કેલ જૂનાગઢનો સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયો મટિયાણામાં ખેતરો બન્યા જળમગ્ન ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.ત્યારે જૂનાગઢનું મટિયાણા ગામ જળમગ્ન બન્યું છે,ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે.ત્યારે આ ગામના લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે.ત્યારે આજે અમે તમને ડ્રોન ફોટો બતાવી રહ્યા છીએ જે જોઈને તમે પણ અંદાજો લગાવી શકશો કે વરસાદે કેવી તારાજી સર્જી છે. બે દિવસમાં 14 ઈંચથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે બપોરથી શરૂ થયેલી મેઘસવારી આજે શુક્રવારે 24 કલાક બાદ પણ યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને કેશોદ અને વંથલી તાલુકામાં બે દિવસ દરમિયાન 14 ઈંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ પણ ચાલુ રહેતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. પાળોદર ગામ આસપાસ વરસાદી પાણી ફરી વળ્યા મગરવાડાથી જ્યારે કેશોદ તાલુકાના જ પાળોદર ગામ પહોંચ્યા તો અહીં ગામની ફરતે પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. પાળોદરથી અખોદર, બામણાસા, સરોડ ગામ તરફ જતો રસ્તો પણ બંધ જોવા મળ્યો. બાલા ગામમાં ત્રણ લોકો ફસાયા હોય અખોદર ગામના સરપંચ બોટ લઈ પહોંચ્યા હતા અને ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. હવામાન વિભાગે આજે આ જિલ્લામાં આપી છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા રહેલી હોય ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. NDRFની ટીમ તૈનાત રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

Junagadhનુ મટિયાણા ગામ જળબંબાકાર,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી,જુઓ Exclusive Photos

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્થાનિકોને ઘરની બહાર નિકળવું થયુ મુશ્કેલ
  • જૂનાગઢનો સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયો
  • મટિયાણામાં ખેતરો બન્યા જળમગ્ન

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.ત્યારે જૂનાગઢનું મટિયાણા ગામ જળમગ્ન બન્યું છે,ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે.ત્યારે આ ગામના લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે.ત્યારે આજે અમે તમને ડ્રોન ફોટો બતાવી રહ્યા છીએ જે જોઈને તમે પણ અંદાજો લગાવી શકશો કે વરસાદે કેવી તારાજી સર્જી છે.

બે દિવસમાં 14 ઈંચથી વધુ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે બપોરથી શરૂ થયેલી મેઘસવારી આજે શુક્રવારે 24 કલાક બાદ પણ યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને કેશોદ અને વંથલી તાલુકામાં બે દિવસ દરમિયાન 14 ઈંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ પણ ચાલુ રહેતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


પાળોદર ગામ આસપાસ વરસાદી પાણી ફરી વળ્યા

મગરવાડાથી જ્યારે કેશોદ તાલુકાના જ પાળોદર ગામ પહોંચ્યા તો અહીં ગામની ફરતે પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. પાળોદરથી અખોદર, બામણાસા, સરોડ ગામ તરફ જતો રસ્તો પણ બંધ જોવા મળ્યો. બાલા ગામમાં ત્રણ લોકો ફસાયા હોય અખોદર ગામના સરપંચ બોટ લઈ પહોંચ્યા હતા અને ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

હવામાન વિભાગે આજે આ જિલ્લામાં આપી છે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા રહેલી હોય ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.