Jhagadia: કસ્ટોડિયન કમિટી વિરુદ્ધ રજૂઆતો કરનારા સામે ખેડૂતોનો આક્રોશ

Dec 28, 2024 - 02:00
Jhagadia: કસ્ટોડિયન કમિટી વિરુદ્ધ રજૂઆતો કરનારા સામે ખેડૂતોનો આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં અમુક ઈસમો દ્વારા ખાંડ નિયામક તેમજ સરકારના અન્ય વિભાગોમાં ગણેશ સુગરને નુકશાન કરવાના હેતુથી પાયા વિહોણી અરજીઓ સરકારના વિભાગોમાં કરી અને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા સોશિયલ મીડિયામાં ભ્રામકતા ફેલાવી સભાસદોને ગેરમાર્ગે દોરી ગણેશ સુગરને તથા કસ્ટોડિયન કમિટીને બદનામ કરવાનું કૃત્ય કરી રહ્યાં છે.

આ અરજી કરનારાઓમાં કેટલાક તો ગણેશ સુગરના સભાસદ પણ નથી અને સંસ્થામાં શેરડી પણ નાખતાં નથી. આવા તકસાધુ તત્વો સામે ગણેશ સુગરના જાગૃત સભાસદો દ્વારા તા.24 ના રોજ ખાંડ નિયામકને આવેદન તથા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી હળપતિ તથા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને રૂબરૂ મળી માજી ડિરેકટરો હેતલકુમાર પટેલ, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર તથા ખેડૂત આગેવાનો અર્જુનસિંહ સુણવા, દિલીપસિંહ મહિડા, દત્તુભાઈ મહિડા તથા સભાસદ ખેડૂતો દ્વારા ભ્રામક વાતો સામે સંસ્થાની હકીકતલક્ષી જાણ સહિત રજુઆત કરાઈ હતી.

રજુઆતમાં જણાવ્યા મુજબ, પાછલા 10-12 વર્ષના ગેરવહીવટને કારણે જે નુકશાન થયું છે.

એના લીધે સરકાર તરફ્થી કસ્ટોડિયનની નિમણુક કરવામાં આવી અને કસ્ટોડિયન કમિટીની નિમણુક થઈ. કસ્ટોડિયન કમિટીએ નિષ્ઠા અને પ્રમાણિક્તાથી સંસ્થાને બચાવવાની જવાબદારી ઉપાડી મહેનત કરી તમામ પ્રયત્નો કસ્ટોડિયન કમિટી દ્વારા કરી સંસ્થા કાર્યરત રાખવા માટેના સઘન પ્રયત્નો થઈ રહેલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0