Jamnagarમાં લોરેન્સ બિશ્નોઇના નામે ધમકીનું તરકટ કરનાર જ આરોપી નીકળ્યો, વાંચો Story
જામનગરના યુવાને પોતાને લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ આક્ષેપ ખોટા હોવાનું અને આ સમગ્ર પ્રકરણ ઉભુ કરનાર શખ્સ પોતે જ ગુનેગાર હોવાનું ભોપાળું છતું થયું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર જામનગરનો શખ્સ પોતે જ આરોપી બન્યો છે અને તેમની સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને પકડી કોર્ટમા રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટ રિમાન્ડ મંજૂર ન કરતા આરોપીને જેલ હવાલે કરાયો છે. જામનગર બ્રાસના ધંધાર્થીએ પત્રકાર પરીસદ યોજી હતીપરંતુ સાંજ પહેલા થોડા સમય બાદ રદ કરી હતી.જેમા તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ બાદ પોલીસ મથકે તેની સામે ગુનો નોંધાયો હતો. રાજસ્થાનથી એક શખ્સે વીડિયો કોલ કરીને સાગર નંદાણીયાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપી હતી. બીજી તરફ જામનગરના બ્રાસપાર્ટના વેપારી પાસેથી બ્રાસપાર્ટનો ભંગારની ખરીદી કરી બાકી રહેતા રૂ.૧૩.૭૬ લાખ ન ચૂકવી અન્ય કારખાનેદારના ચેકમાં ખોટી સહીકરી નાખી હતી. છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ શખ્સ સામે અગાઉ પણ 4 થી 5 ગુના નોંધાઈ ચુક્યા છે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની તેમજ જામનગરના ઉદ્યોગનગરમાં મોદી મેટલ્સ નામની બ્રાસની પેઢી ચલાવતા અંતિમ ઠાકોરદાસ મોદીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા 13 લાખથી વધુની છેતરપિંડી થયાની ફરીયાદ નોંધાવી હતી.જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કારૂ નંદાણીયા તથા તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.જુન માસ દરમિયાન ફરિયાદી અંતિમ પાસે આરોપી સાગરે બ્રાસનો ભંગાર ખરીદ કરવા માટે આવ્યો હતો, અને તેણે બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તે પૈકી અડધી રકમ આપી હતી. તેમજ મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ અને જીએસટી નંબર મેળવી લીધા હતા તેમજ ફરીયાદીને આપવાના બાકીના પૈસાના બદલે અન્ય પેઢીના નામનો ચેક આપી જે ચેકમાં આરોપીએ પોતાની સહી કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. કોર્ટે ના મંજૂર કર્યા રિમાન્ડ ફરીયાદીની પેઢીના જીએસટી નંબર તથા પેઢીના નામ આધારે આરોપી સાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાથી આશરે 2500 કીલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી ફરીયાદી પાસેથી અગાઉ લીધેલ બ્રાસ ભંગારના બાકી નીકળતા પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત છેતરપિંડી કરી હતી.જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સાગર કાભાઈ નંદાણીયા સામે ગુનો નોંધ્યો છે. ફરીયાદના તપાસ હાથધરી છે. અને સાગર નંદાણીયાને પકડી પાડી કોર્ટમા રજૂ કરાયો અને 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટમા રિમાન્ડ નામંજૂર કર્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના યુવાને પોતાને લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ આક્ષેપ ખોટા હોવાનું અને આ સમગ્ર પ્રકરણ ઉભુ કરનાર શખ્સ પોતે જ ગુનેગાર હોવાનું ભોપાળું છતું થયું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર જામનગરનો શખ્સ પોતે જ આરોપી બન્યો છે અને તેમની સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને પકડી કોર્ટમા રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટ રિમાન્ડ મંજૂર ન કરતા આરોપીને જેલ હવાલે કરાયો છે.
જામનગર બ્રાસના ધંધાર્થીએ પત્રકાર પરીસદ યોજી હતી
પરંતુ સાંજ પહેલા થોડા સમય બાદ રદ કરી હતી.જેમા તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ બાદ પોલીસ મથકે તેની સામે ગુનો નોંધાયો હતો. રાજસ્થાનથી એક શખ્સે વીડિયો કોલ કરીને સાગર નંદાણીયાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપી હતી. બીજી તરફ જામનગરના બ્રાસપાર્ટના વેપારી પાસેથી બ્રાસપાર્ટનો ભંગારની ખરીદી કરી બાકી રહેતા રૂ.૧૩.૭૬ લાખ ન ચૂકવી અન્ય કારખાનેદારના ચેકમાં ખોટી સહીકરી નાખી હતી. છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ શખ્સ સામે અગાઉ પણ 4 થી 5 ગુના નોંધાઈ ચુક્યા છે
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની તેમજ જામનગરના ઉદ્યોગનગરમાં મોદી મેટલ્સ નામની બ્રાસની પેઢી ચલાવતા અંતિમ ઠાકોરદાસ મોદીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા 13 લાખથી વધુની છેતરપિંડી થયાની ફરીયાદ નોંધાવી હતી.જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કારૂ નંદાણીયા તથા તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.જુન માસ દરમિયાન ફરિયાદી અંતિમ પાસે આરોપી સાગરે બ્રાસનો ભંગાર ખરીદ કરવા માટે આવ્યો હતો, અને તેણે બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તે પૈકી અડધી રકમ આપી હતી. તેમજ મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ અને જીએસટી નંબર મેળવી લીધા હતા તેમજ ફરીયાદીને આપવાના બાકીના પૈસાના બદલે અન્ય પેઢીના નામનો ચેક આપી જે ચેકમાં આરોપીએ પોતાની સહી કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
કોર્ટે ના મંજૂર કર્યા રિમાન્ડ
ફરીયાદીની પેઢીના જીએસટી નંબર તથા પેઢીના નામ આધારે આરોપી સાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાથી આશરે 2500 કીલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી ફરીયાદી પાસેથી અગાઉ લીધેલ બ્રાસ ભંગારના બાકી નીકળતા પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત છેતરપિંડી કરી હતી.જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સાગર કાભાઈ નંદાણીયા સામે ગુનો નોંધ્યો છે. ફરીયાદના તપાસ હાથધરી છે. અને સાગર નંદાણીયાને પકડી પાડી કોર્ટમા રજૂ કરાયો અને 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટમા રિમાન્ડ નામંજૂર કર્યા.