Jamnagarમાં રીલ બનાવવાની ઘેલછામાં કાર ડેમમાં ઉતરી અને યુવાનોના જીવ જોખમાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજકાલ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ યુવાઓમાં ખૂબ વધી રહ્યો છે. પરંતુ આ શોખ ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જામનગર નજીક આવેલા વાણીયા ગામે આવી જ એક ઘટના બની છે. જ્યાં રીલ બનાવવામાં વ્યસ્ત યુવાનોની કાર અચાનક કાબૂ ગુમાવતા સીધી ડેમમાં ઉતરી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક યુવાનો પોતાની કાર લઈને ગામ નજીક આવેલા એક ડેમ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ કારના સ્ટંટ કરીને રીલ બનાવી રહ્યા હતા.
રીલના ચક્કરમાં યુવાને જીવ જોખમમાં મુક્યો
આ દરમિયાન અચાનક ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો. જેના કારણે કાર સીધી ડેમના પાણીમાં ઘૂસી ગઈ. કારમાં સવાર યુવાનો જોખમમાં મુકાયા હતા અને તેમને બચાવવા માટે તાત્કાલિક મદદની જરૂર પડી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય મિત્રો દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને ડેમમાં ફસાયેલા યુવાનોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે કાર ડેમના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સ્થાનિકોએ કારમાં સવાર યુવાનોને બહાર કાઢ્યા
આ ઘટનાએ ફરી એકવાર યુવાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના વ્યુઝ અને લાઈક્સના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં ન મૂકે. આવા સ્ટંટ ઘણીવાર ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. જામનગર પોલીસે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવા દુઃખદ બનાવો અટકાવી શકાય. આ ઘટના યુવાઓને એક બોધપાઠ પૂરો પાડે છે કે સુરક્ષા અને સાવધાની હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ.
What's Your Reaction?






