Jamnagar પંથકમાં ભારે વરસાદે સર્જી તારાજી, જુઓ Video

Jul 4, 2025 - 14:00
Jamnagar પંથકમાં ભારે વરસાદે સર્જી તારાજી, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને દરેડ પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસ્યા છે, રંગમતી ડેમના દરવાજા ખોલતા મંદિરમાં પાણી ઘુસ્યા છે અને ખોડિયાર મંદિરની ચારેબાજુ પાણી-પાણી ભરાયા છે.

જામનગરનો રંગમતી ડેમ ફરી છલોછલ

જામનગરનો રંગમતી ડેમ ફરી છલોછલ થયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે, રંગમતી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે, ચંગા, ચેલા, દરેડ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, નવાગામ ઘેડ વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે, તો સ્થાનિક તંત્રની ટીમ પણ ડેમની નજીક સ્ટેન્ડબાય છે.

જામનગરના લાલપુરમાં મોટી દુર્ઘટના બની

સેવક ધુળીયામાં વીજળી પડતા બે ભાઈના મોત થયા છે, ખેતરમાં કામ કરતા સમયે વીજળી પડી હતી અને બે ભાઈના મોત થયા છે, ખેતરમાં કામ કરતા ચાર મજૂરો પર વીજળી પડી હતી, જેમાં બે ભાઈઓના મોત, અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0