Jamnagar: દરેડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસ્યા

જામનગરની નજીક આવેલા દરેડમાં ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘુસ્યારંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબી ગયો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જામનગરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જામનગરની નજીક આવેલા દરેડમાં ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘુસ્યા છે. વરસાદ વગર દરેડના ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા છે. રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે અને લોકોને ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. ત્યારે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની સતત આવક વધતા જામનગરના દરેડમાં ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે રંગમતિ નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે દરેડ નજીક આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસી ગયા છે. કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબ્યો પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબી ગયો છે. ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ઘેડ વિસ્તારનું તરખાઈ ગામ પાણીમાં ડૂબી ગયુ છે. સાથે અન્ય 15 ગામોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે, સ્થાનિકોના જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે. પોરબંદરમાં ભારે વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે, તમને જોઈને એમ જ લાગે કે આ સમુદ્ર છે પણ આ સમુદ્ર નથી વરસાદનું પાણી ખેતરમાં ભરાયેલું છે, પોરબંદરમાં સ્થિતિ એ હદે વણસી છે કે તંત્રને પણ લોકો સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે, ત્યારે જેમ જેમ પાણીનો નિકાલ થશે તેમ તેમ પાણી ઓસરતા રહેશે. ભારે વરસાદની આગાહી, NDRFની 10 ટીમ રવાના ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 10 ટીમોને અલગ અલગ સ્થળોએ રવાના કરાઈ છે. જેમાં નર્મદામાં 1 ટીમ, કચ્છમાં 1 ટીમ, વલસાડમાં 1 ટીમ, દેવભૂમિ દ્વારકામાં 1 ટીમ, જૂનાગઢમાં 1 ટીમ, ભાવનગરમાં 1 ટીમ, અમરેલી માં 1 ટીમ, સુરતમાં 1 ટીમ, ગીર સોમનાથમાં 1 ટીમ, 1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.  

Jamnagar: દરેડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરની નજીક આવેલા દરેડમાં ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘુસ્યા
  • રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો
  • કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબી ગયો

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જામનગરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જામનગરની નજીક આવેલા દરેડમાં ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘુસ્યા છે. વરસાદ વગર દરેડના ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા છે.

રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે અને લોકોને ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. ત્યારે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની સતત આવક વધતા જામનગરના દરેડમાં ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે રંગમતિ નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે દરેડ નજીક આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસી ગયા છે.

કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબ્યો

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીમાં ડુબી ગયો છે. ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ઘેડ વિસ્તારનું તરખાઈ ગામ પાણીમાં ડૂબી ગયુ છે. સાથે અન્ય 15 ગામોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે, સ્થાનિકોના જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે. પોરબંદરમાં ભારે વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે, તમને જોઈને એમ જ લાગે કે આ સમુદ્ર છે પણ આ સમુદ્ર નથી વરસાદનું પાણી ખેતરમાં ભરાયેલું છે, પોરબંદરમાં સ્થિતિ એ હદે વણસી છે કે તંત્રને પણ લોકો સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે, ત્યારે જેમ જેમ પાણીનો નિકાલ થશે તેમ તેમ પાણી ઓસરતા રહેશે.

ભારે વરસાદની આગાહી, NDRFની 10 ટીમ રવાના

ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 10 ટીમોને અલગ અલગ સ્થળોએ રવાના કરાઈ છે. જેમાં નર્મદામાં 1 ટીમ, કચ્છમાં 1 ટીમ, વલસાડમાં 1 ટીમ, દેવભૂમિ દ્વારકામાં 1 ટીમ, જૂનાગઢમાં 1 ટીમ, ભાવનગરમાં 1 ટીમ, અમરેલી માં 1 ટીમ, સુરતમાં 1 ટીમ, ગીર સોમનાથમાં 1 ટીમ, 1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.