Jamnagar: અડધી રાત્રે આતંક મચાવતી બાઇકર્સ ટોળકીને પોલીસે ભણાવ્યો પાઠ, 24 શખ્સો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેરમાં શાંતિ ભંગ કરી અડધી રાત્રે બેફામ ડ્રાઇવિંગ અને દેકારા કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ બાઇકર્સ ટોળકીનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી સીટી એ. ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
નેત્રમની મદદથી આરોપીઓ ટ્રેસ થયા
શહેરના રાજમાર્ગો પર રીક્ષા, બુલેટ અને સ્કૂટર જેવા વાહનો સાથે આતંક મચાવતી આ ટોળકીને પકડવા માટે પોલીસે 'નેત્રમ' (CCTV) ટીમની મદદ લીધી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ વાહનચાલકોને શોધી કાઢ્યા હતા.
24 શખ્સો અને 13 વાહનો કબજે
પોલીસની પ્રાથમિક તપાસ અને કાર્યવાહીમાં પોલીસે કુલ 24 સભ્યોને શોધી કાઢ્યા છે, જેમાં 5 સગીર (ટાબરિયા) પણ સામેલ છે.આતંક મચાવવા માટે વપરાયેલા 13 વાહનો (જેમાં રીક્ષા, બુલેટ અને અન્ય સ્કૂટર્સ સામેલ છે) પોલીસે કબજે કર્યા છે. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ શખ્સોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને 'ભવિષ્યમાં ક્યારેય આવું કૃત્ય નહીં કરે' તેવી લેખિત અને મૌખિક કબૂલાત આપી હતી.
આ પણ વાંચો: Rajkot: રેલવે પોલીસનો સપાટો, મુસાફરોને છરીની અણીએ લૂંટતી રીઢા ગુનેગારોની જોડી ઝડપાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

