Jamnagar News: લાલપુરના ખટીયા ગામ નજીક સમાણા હાઇવે પર દીપડો દેખાતા ભારે દહેશત

May 24, 2026 - 22:30
Jamnagar News: લાલપુરના ખટીયા ગામ નજીક સમાણા હાઇવે પર દીપડો દેખાતા ભારે દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાના લાલપુર ગ્રામ્ય પંથકમાં વન્યજીવ દીપડાની એન્ટ્રી થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. લાલપુર તાલુકાના ખટીયા ગામ નજીક એક દીપડો ખુલ્લેઆમ ફરતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં અચાનક હિંસક પશુ આવી ચઢતાં સ્થાનિક ખેડૂતો અને શ્રમિકો પોતાના જીવના જોખમે ખેતરોમાં જવા મજબૂર બન્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દીપડાની દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લાલપુરના ખટીયા ગામ પાસેથી પસાર થતા વ્યસ્ત સમાણા હાઇવે પર આ દીપડો રોડની બિલકુલ નજીક જતો હોવાનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલા કોઈ વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની આ હિલચાલ કેદ કરી લીધી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો કોઈ પણ ડર વગર હાઇવેની ઝાડીઓમાં આંટાફેરા કરી રહ્યો છે, જેના કારણે ખાસ કરીને બાઇક ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

દીપડાને પકડવા હાઇવે નજીક ગોઠવાયું પાંજરું

હાઇવે નજીક દીપડો દેખાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) તાબડતોબ હરકતમાં આવ્યું છે. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈને દીપડાના પગમાર્ક શોધવાની તજવીજ હાથ ધરી હતી. વન્યજીવ કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપે અને માનવ વસ્તી તરફ ન ફંટાય તે માટે વન વિભાગ દ્વારા ખટીયા અને સમાણા હાઇવે નજીકના સંવેદનશીલ વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવા માટે મારણ સાથેનું પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0