Ahmedabadના ઇસ્કોન બ્રિજ પાસે લોહિયાળ ખેલ: મિત્રો પાસે રૂપિયા પાછા માંગતા યુવક પર છરી વડે હુમલો

Jul 4, 2026 - 00:00
Ahmedabadના ઇસ્કોન બ્રિજ પાસે લોહિયાળ ખેલ: મિત્રો પાસે રૂપિયા પાછા માંગતા યુવક પર છરી વડે હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઇસ્કોન બ્રિજ નજીક કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક હિંસક ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેના જ મિત્રોને મુશ્કેલીના સમયમાં ઉછીના રૂપિયા આપ્યા હતા. જોકે, જ્યારે આ યુવકે પોતાના જ નાણાં મિત્રો પાસે પાછા માંગ્યા, ત્યારે મિત્રોએ પૈસા આપવાના બદલે ઉશ્કેરાઈને તેના પર છરી વડે તૂટી પડ્યા હતા. આરોપીઓએ યુવકને શરીરના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. હુમલા બાદ યુવક રસ્તા પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મિત્રોએ જ યુવકને છરીના ઘા માર્યાનો આરોપ

બંને હુમલાખોર મિત્રો પોલીસ પકડથી બચવા માટે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલો કરનાર બે મુખ્ય આરોપીઓ કેવિન પટેલ અને રિતેશ આહિર વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધીને તેમની સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સેટેલાઇટ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

પશ્ચિમ અમદાવાદના હાર્દ સમાન ઇસ્કોન બ્રિજ જેવા જાહેર રોડ પર બનેલી આ ઘટનાને પગલે સેટેલાઇટ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસે ગુના વાળી જગ્યાની મુલાકાત લઈને આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી હુમલાખોરો કઈ તરફ ભાગ્યા છે તેની સચોટ વિગતો મળી શકે. સેટેલાઇટ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપી કેવિન પટેલ અને રિતેશ આહિરના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવા માટે જુદી-જુદી ટીમો રવાના કરવામાં આવી છે અને બંનેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0