Jamnagar News: જોડિયા પોલીસ સ્ટેશનમાં પૂછપરછના નામે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ, પોલીસ કર્મચારી સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાના જોડિયા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જોડિયાના વાવડી ગામના એક યુવકે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન તેને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ખળભળાટ મચાવતો આક્ષેપ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
જોડિયાના વાવડી ગામના રહેવાસી દિનેશભાઈ બાલાસરાએ આક્ષેપ કર્યો છે કે, તેમને પોલીસ દ્વારા ફોન કરીને "તમારી વિરૂદ્ધ અરજી છે" તેમ કહી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. દિનેશભાઈના જણાવ્યા મુજબ, તેઓ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પાણી મુદ્દાની કોઈ જૂની અરજી બાબતે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારી સામે ગંભીર આરોપ
દિનેશભાઈનો દાવો છે કે, પૂછપરછ દરમિયાન જોડિયા પોલીસ મથકના કર્મચારી દેવાયત કામરીયાએ તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસ કસ્ટડીમાં થયેલી આ કથિત મારપીટને પગલે પંથકમાં ચર્ચા જાગી છે. ભોગ બનનાર દિનેશભાઈએ આ મામલે ન્યાયની ગુહાર લગાવી છે.
નિષ્પક્ષ તપાસની માગ
પોલીસ મથકમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અરજદારે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે, અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ આ મામલે પોતાના જ કર્મચારી સામે કેવા પગલાં ભરે છે.
આ પણ વાંચો - Jamnagar: રણજીતસાગર રોડ પર પાણીની પાઈપલાઈન લીકેજ, પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

