Jamnagar News: લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ચણા-ધાણા અને જીરૂના પાક પર જોખમ

Mar 18, 2026 - 18:30
Jamnagar News: લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ચણા-ધાણા અને જીરૂના પાક પર જોખમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. લાલપુરના બબરઝર, ટેભડા અને ખાયડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબકતા ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

કરા સાથે પડ્યો વરસાદ

લાલપુર તાલુકાના અનેક ગામોમાં આજે અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બબરઝર અને આસપાસના સીમ વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો હોય ત્યારે આ રીતે કુદરતી આફત ત્રાટકતા ખેડૂતો લાચાર બન્યા છે.

શિયાળુ પાકને નુકસાનની ભીતિ

હાલમાં ખેતરોમાં ચણા, ધાણા અને જીરૂ જેવા રવિ પાકો તૈયાર થવાની અવસ્થાએ છે. અનેક જગ્યાએ પાકની લણણી ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદને કારણે આ કિંમતી પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને જીરૂ અને ધાણા જેવા સંવેદનશીલ પાકમાં ભેજ લાગવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

લાલપુર તાલુકાના છૂટાછવાયા ગામોમાં થયેલા આ માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ મહેનત કરીને ઉછારેલો પાક જ્યારે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિમાં હોય ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વેની અને યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.


આ પણ વાંચો - Jamnagar News : જામનગરના ધુતારપરમાં પિતા-પુત્રીએ કૂવામાં કૂદીને આપઘાત કરતા મોત, પોલીસે પત્નીની પૂછપરછ કરી શરૂ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0