Jamnagar News: દારૂના કટિંગ પર SMCની રેડ બાદ એક્શન, 8 પોલીસકર્મીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર પાસે નાઘોડી ગામ પાસે સ્થિત GIDC વિસ્તારમાં દારુ ઉતરી રહ્યો હોવાની બાતમીને આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં દારૂના કટિંગનો પર્દાફાશ કરી SMCની ટીમે 3.37 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના છેક ઉપર સુધી પડઘા પડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા એસપી એક્શનમાં આવી જતાં PSI સહિતના આઠ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને તેમની જિલ્લાફેર બદલી કરી દેવાનો આદેશ કરાયો છે.
કૂલ નવ લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું
જામનગરના નાઘોડી ગામ પાસે સ્થિત GIDCમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમી મળતાં જ SMCની ટીમે દરોડા પાડ્યા હતાં. જેમાં 3.37 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 20 હજારથી વધુ બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત બે ટ્રક અને મોટર સાયકલ સહિત પાંચ વાહનો પણ કબજે કર્યા હતાં. આ દરોડા દરમિયાન SMCની ટીમે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આ દારૂના કટિંગમાં કૂલ નવ લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. જામનગરના નાઘોડી ગામનો વિસ્તાર પંચકોશી- બી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા હવે એક્શન શરૂ કરાયા છે.
પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
આ ઘટનામાં પોલીસની બેદરકારી સામે આવતા પંચકોશી-બી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.બી.જાડેજા સહિત આઠ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. જેમાં ASI ઘર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલ વિસાણી, પોલાબાઈ આડોદરા અને મયુરસિંહ જાડેજા સામે એક્શન લેવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને તેમની જિલ્લા ફેર બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ બદલીમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્યારે બાકીનાની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરી દેવાઈ છે. જિલ્લા પોલીસ વડાની કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

