Jamnagar Crime News : જામનગરમાં સાળા-બનેવી સહિત 3 લોકોએ ભેગા મળીને યુવકની કરી હત્યા, ઝડપાયા 4 આરોપી અને એક ફરાર

Sep 21, 2025 - 14:00
Jamnagar Crime News : જામનગરમાં સાળા-બનેવી સહિત 3 લોકોએ ભેગા મળીને યુવકની કરી હત્યા, ઝડપાયા 4 આરોપી અને એક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં શુક્રવારની વહેલી સવારે ગેરેજ ચલાવતા યુવાનની ધાતકી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. અખ્તર રફીક ખીરા નામના 35 વર્ષીય યુવાન પર બેરહેમીથી બોથડ પદાર્થ વડે આરોપીઓએ માથાના ભાગે અને શરીરના ભાગે ઘા ઝીંકી હુમલો કર્યો હતો. જેમાં યુવાનનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. જે મામલે હુશેન દાઉદભાઇ જુણેજા, મુસાભાઇ (હુશેનના સસરા), આરોપી આબીદ મુસાભાઇ (હુશેનનો સાળો) (રહે.બધા લાલવાડી આવાસ જામનગર) નામના ત્રણેયએ આરોપીઓ હત્યા કરી નાખી હોવાનું પોલીસમાં જાહેર થયું હતું અને સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા હત્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ચેક રિટનની અદાવત રાખીને હત્યા કરી

ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાને આરોપી હુસેન દાઉદ જુણેજા પાસેથી જી.જે 10 ટી ઝેડ 0250 તેમજ જીજે 10 ટી ઝેડ 6700 નંબરની બે ચાલુ રિક્ષા 2023ની સાલમાં ચાલુ ફાઇનાન્સમાં ખરીદ કરી હતી, અને બેન્ક હપ્તાના રૂપિયા આરોપીએ ભરવાના હતા. જેની સિક્યુરિટી પેટે મૃતક યુવાનને આરોપીએ બેંકના ચેક આપી દીધા હતા. પરંતુ આરોપીઓ ફાઇનાન્સની લોનની રકમ ભરતા ન હોવાથી તેના ચેક બેંકમાં નાખતાં તે રિટર્ન થયા હોવાથી જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. અને આ બાબતનું જ મન દુ:ખ રાખી આરોપીઓએ અખ્તરભાઈને શુક્રવારે પરોઢિયે તેના ઘરે બોલાવી તલવાર, છરી, કોયતા જેવા હથીયારથી હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગરદનના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. બાદમાં યુવાનનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આ હત્યા મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરી હતી. જે દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ જામનગર શહેરમાં નુરી ચોકડીથી માર્કેટીંગ યાર્ડ બાજુ જતા રસ્તા ઉપર ઉભેલ છે. જેના આધારે પોલીસે દોડી જઇ પોલીસે આરોપી આબીદ મુસાભાઇ ચાડ (ઉંમર વર્ષ 27 ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે લાલવાડી જુના આવાસ જામનગર) અને હુસેન દાઉદભાઈ જણેજા (ઉંમર વર્ષ 30 ધંધો ડ્રાઇવિંગ રહે લાલવાડી જુના આવાસ જામનગર) જેને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંનેની જીણવટભરી તપાસ બાદ વધુ બે શખ્સોની સંડોવણી સામે આવી હતી અને તેને પણ ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ આ બનાવમાં ચાર આરોપીઓને દબોચી લઇ પાંચમો આરોપી પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ હાથ ધરી છે, જામનગર મર્ડર આરોપીઓ નામ-

નોંધ ઉપરોક્ત 1 અને 2 નંબરના આરોપીઓ સાળા અને બનેવી થાય છે

(૧) આબીદ મુસાભાઇ ચાડ જાતે. વાઘેર મુસ્લીમ ઉવ-૨૭ ધંધો રી.ડ્રા. રહે. લાલવાડી જુના બે માળીયા આવાસ બ્લોક નં-૧૪ રૂમ નં-૨ જામનગર

(૨) હુશેનભાઇ દાઉદભાઇ જુણેજા જાતે વાઘેર મુસ્લીમ ઉવ-૩૦ ધંધો રી.ડ્રા. રહે. લાલવાડી જુના બે માળીયા આવાસ બ્લોક નં-૩૧ રૂમ નં-૪ જામનગર

(૩) અયાન ફિરોજભાઇ સુધાગુનીયા જાતે. સુમરા ઉવ-૨૨ ધંધો ઈલેકટ્રીકનુ કામ રહે. ખોજાનાકા મચ્છી પીઠ, હુશેની ચોક, ભુત બંગલામા જામનગર

(૪) મહમદરેહાન યાકુબભાઇ સંધાર જાતે વાઘેર મુસ્લીમ ઉવ-૧૮ ધંધો અભ્યાસ રહે. ગુલાબનગર કિષ્ના પાર્ક, વડલા પાસે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0