Jamnagar : મનપામાં કોર્પોરેટરે મોંઢા પર કીચડ લગાવી કર્યો અનોખો વિરોધ

Feb 19, 2025 - 15:00
Jamnagar : મનપામાં કોર્પોરેટરે મોંઢા પર કીચડ લગાવી કર્યો અનોખો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના જામનગરમાં કોર્પોરેટરનો અનોખ વિરોધ જોવા મળ્યો.સ્થાનિકોને પડતી હાલાકીને લઈને કોર્પોરેટર મેદાનમાં આવ્યા. જામનગરની નગર પાલિકામાં કોર્પોરેટર અને સ્થાનિકો પ્રાથમિક સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા. વોર્ડ નં.6માં ગટરની સમસ્યા અને ખુલ્લી કેનાલને લઈને લાંબા સમયથી સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત સ્થાનિકો દ્વારા આ સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી. છતાં કોઈ પગલાં લેવામાં નાં આવતા આજે કોર્પોરેટર સ્થાનિક મહિલાઓ સાથે અનોખો વિરોધ કરતાં જોવા મળ્યા.

મોંઢે કીચડ લગાવી અનોખો વિરોધ 

મનપાના બહેરા કાને અવાજ સંભાળય અને સ્થાનિકોને મુશ્કેલીઓને જોઈ શકે માટે કોર્પોરેટર અને સ્થાનિક મહિલાઓએ મોંઢે કીચડ લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો. શહેરમાં વોર્ડ નં.6ના સ્થાનિકો લાંબા સમયથી ખુલ્લી કેનાલને બોક્ષ કેનાલ બનાવવા અને ગટરની નિયમિત સફાઈ કરાવવાને લઈને રજૂઆત કરતા રહ્યા છે. અનોખ વિરોધ કરતી સ્થાનિક મહિલાઓએ તેમની મુશ્કેલીઓ વિશે જણાવતાં કહ્યું કે અમારા વિસ્તારના રહીશો ગટરના પાણીથી ત્રસ્ત છે. રસ્તા પર અનેક વખત ગટરો ઉભરાઈ જતાં અમારે પ્રદૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે. અને ખુલ્લી કેનાલના લીધે હંમેશા ત્યાં કચરો જોવા મળે છે. કચરાના ઢગલાના કારણે બાળકો અને વૃદ્ધો વારંવાર બીમાર પડે છે. કેનાલ સાફ ન થવાના કારણે હાલ કેનાલ જ મોટી ગટર બની ગઈ છે તેથી તેને સાફ કરવા અનેક વખત અધિકારીને રજૂઆત કરાઈ છે.

સ્થાનિકોનો હોબાળો

કોર્પોરેશનના બજેટ પહેલાં જ મનપા બહાર હોબાળો મચ્યો. સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરતાં પોતાના વિરોધ નોંધાવવા મોંઢા પર કિચડ લગાવ્યો અને જ્યાં સુધી માંગ પૂરી ના થાય ત્યાં સુધી અંહીથી હટીશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી. સ્થાનિકોએ કહ્યું કે અમે વોર્ડ નં. 6 અને 7માંથી આવીએ છીએ. સ્થાનિકોએ પડતર સમસ્યાની રજૂઆત કરતાં ધારદાર દલીલ કરી કે અમે પાકિસ્તાનમાં નથી રહેતા અમે ગુજરાતના વતની છીએ અમારી પાસેથી તમામ ટેક્સની વસૂલાત કરાય છે છતાં પ્રાથમિક સુવિધાના નામે મીંડુ જોવા મળે છે.

માંગ પૂર્ણ કરવા અધિકારીને રજૂઆત

વોર્ડ નંબર 6માં સિદ્ધાર્થનગર, ઇન્દિરા કોલોની, કોમલનગર, કચ્છી પારો અને ઉલરમીનના સ્થાનિકો પોતાની પડતર સમસ્યાને લઈને કોર્પોરેટર સાથે અનોખો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે અમારા વિસ્તારની ગટરો છલકાય છે. અધિકારીઓને રજૂઆત કરી કે અમારે ત્યાં ખુલ્લી કેનાલ છે તેને બોક્સ કેનાલ કરી દો અને ગટરને નિયમિત સાફ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને જ્યાં સુધી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે અંહીથી હટીશું નહીં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0