Jamnagar: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મુછડિયાએ ડૉક્ટરને લાફા માર્યા

રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન હોવાનો આક્ષેપ ડૉક્ટરને લાફો મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે થોડા મહિના પહેલા જ ડૉક્ટર ફરજ પર મુકાયા હતા ગુજરાતમાં કોંગ્રેસના નેતાના કૃત્યોની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. કાલાવાડની સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની દાદાગીરી સામે આવી છે. પૂર્વ ધારાસભ્યએ રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન રહેતા તબીબને માર માર્યાની ચર્ચા ચાલી રહી છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ હાલ ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. આ વાયરલ ફૂટેજ બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ડૉક્ટરે કોઈ ફરિયાદ કરી નથી આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેડિકલ ઓફિસર ડૉ. નવીન દૂબે કાલાવાડ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આ ઘટનામાં ચર્ચાઇ રહ્યુ છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયા અને ડૉક્ટર દૂબે વચ્ચે પહેલાથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેના કારણે પ્રવિણ મુછડિયાએ મેડિકલ ઓફિસર પર પહેલી ઓગસ્ટના રોજ હુમલો કર્યો હતો. આ આખી ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થઇ રહ્યા છે. બંને વચ્ચે સમાધાન થઈ ગયાની ચર્ચા મેડિકલ ઓફિસર દુબે થોડા સમય પહેલા જ આ હોસ્પિટલમાં ફરજ પર મુકાયા હતા. આ પહેલા પણ ડોક્ટર અહીં ફરજ બજાવી ચૂક્યા છે. CCTVમાં દેખાઇ રહ્યુ છે તે પ્રમાણે, આ CCTV ફૂટેજ પહેલી ઓગસ્ટના છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયા અને ડૉક્ટર દૂબે વચ્ચે સમાધાન થઇ ગયુ છે. જોકે, આ સમાધાન બાદ જ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાનું પણ સામે આવ્યું છે. જોકે, આ ઘટનાની કોઇપણ પક્ષ બાજુથી પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી.

Jamnagar: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મુછડિયાએ ડૉક્ટરને લાફા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન હોવાનો આક્ષેપ
  • ડૉક્ટરને લાફો મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે
  • થોડા મહિના પહેલા જ ડૉક્ટર ફરજ પર મુકાયા હતા

ગુજરાતમાં કોંગ્રેસના નેતાના કૃત્યોની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. કાલાવાડની સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની દાદાગીરી સામે આવી છે. પૂર્વ ધારાસભ્યએ રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન રહેતા તબીબને માર માર્યાની ચર્ચા ચાલી રહી છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ હાલ ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. આ વાયરલ ફૂટેજ બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ડૉક્ટરે કોઈ ફરિયાદ કરી નથી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેડિકલ ઓફિસર ડૉ. નવીન દૂબે કાલાવાડ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આ ઘટનામાં ચર્ચાઇ રહ્યુ છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયા અને ડૉક્ટર દૂબે વચ્ચે પહેલાથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેના કારણે પ્રવિણ મુછડિયાએ મેડિકલ ઓફિસર પર પહેલી ઓગસ્ટના રોજ હુમલો કર્યો હતો. આ આખી ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થઇ રહ્યા છે.

બંને વચ્ચે સમાધાન થઈ ગયાની ચર્ચા

મેડિકલ ઓફિસર દુબે થોડા સમય પહેલા જ આ હોસ્પિટલમાં ફરજ પર મુકાયા હતા. આ પહેલા પણ ડોક્ટર અહીં ફરજ બજાવી ચૂક્યા છે. CCTVમાં દેખાઇ રહ્યુ છે તે પ્રમાણે, આ CCTV ફૂટેજ પહેલી ઓગસ્ટના છે.

જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયા અને ડૉક્ટર દૂબે વચ્ચે સમાધાન થઇ ગયુ છે. જોકે, આ સમાધાન બાદ જ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાનું પણ સામે આવ્યું છે. જોકે, આ ઘટનાની કોઇપણ પક્ષ બાજુથી પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી.