Jamnagar: અનંત અંબાણીના વનતારામાં વધુ 2 હાથીઓનું થશે પુનર્વસન

અનંત અંબાણી દ્વારા સ્થાપિત એક અત્યાધુનિક પ્રાણી બચાવ અને પુનર્વસન સંસ્થા વનતારામાં કોલકાતા નજીક માયાપુરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) તરફથી બે હાથીને મોકલવામાં આવ્યા. ગયા એપ્રિલમાં હાથીના મહાવત પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બંને હાથી પણ ઘાયલ થયા હતા. જેમાં તેની વિશેષ સંભાળ અને તેમના સુખાકારી માટે વધુ યોગ્ય વાતાવરણની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.વનતારા ખાતે બંને હાથી એક કાયમી ઘરમાં સ્થાયી થશે ત્યારે ઈસ્કોન સાથે ભાગીદારીમાં વનતારા દ્વારા શરૂ કરાયેલા ટ્રાન્સફર પ્રોજેક્ટને ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચાયેલી અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિ તરફથી સંપૂર્ણ મંજૂરી મળી છે, જેને મુશ્કેલીમાં મુકાયેલા જંગલી પ્રાણીઓને બચાવવા અને સુરક્ષિત, તણાવમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વનતારા ખાતે બંને હાથી એક કાયમી ઘરમાં સ્થાયી થશે, અહીં નિષ્ણાત લોકો પશુચિકિત્સા સંભાળ પૂરી પાડશે. જેમાં માનસિક મૂલ્યાંકન અને સારવારનો સમાવેશ થાય છે, જે સકારાત્મક મજબૂતીકરણ તાલીમ પર આધારિત છે. અમે પ્રજાતિઓ અથવા જાતિઓ વચ્ચે કોઈ ભેદ પાડતા નથી ઈસ્કોન માયાપુર 2007થી લક્ષ્મીપ્રિયા અને 2010થી બિષ્ણુપ્રિયા નામના બંને હાથીને રાખી રહ્યું છે, તેમનો ઉપયોગ મંદિર ધાર્મિક વિધિઓ અને વિવિધ તહેવારોના પ્રસંગો માટે કરે છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયા અને વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સહિત પશુ સંરક્ષણ સંગઠનોએ ઈસ્કોન હાથીઓને વિશ્વસનીય અને પ્રખ્યાત હાથી સંભાળ સુવિધામાં મુક્ત કરવાની હિમાયત કરી હતી. PETA ઈન્ડિયાએ બચાવ કેન્દ્રમાં સ્થાનાંતરણના બદલામાં મંદિર ધાર્મિક વિધિઓ માટે યાંત્રિક હાથી પણ ઓફર કર્યો હતો. ઈસ્કોન મંદિરના વરિષ્ઠ સભ્ય અને માયાપુરમાં મહાવત્સ અને હાથીઓના મેનેજર હૃમતી દેવી દાસીએ કહ્યું, “ઈસ્કોનમાં અમારી માન્યતાઓ અનુસાર, દરેક વ્યક્તિ તેમના બાહ્ય કવચ અથવા ભૌતિક શરીરમાં એક જ આધ્યાત્મિક આત્મા છે. અમે પ્રજાતિઓ અથવા જાતિઓ વચ્ચે કોઈ ભેદ પાડતા નથી. વિવિધ શરીરો ભિન્ન સ્વભાવના હોઈ શકે છે, જો કે, દરેક શરીરની અંદરનો આત્મા આધ્યાત્મિક સ્વભાવનો છે અને કરુણા અને આદરને પાત્ર છે. પ્રાણીઓ સાથે દયા અને આદર સાથે વર્તન કરીને અમે ભગવાન કૃષ્ણ પ્રત્યે અમારી ભક્તિ વ્યક્ત કરીએ છીએ.વનતારામાં સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે જે આપણને શીખવે છે કે સાચી સેવા બધા જીવંત પ્રાણીઓનું રક્ષણ અને પાલન કરવામાં રહેલી છે. જાતે વનતારાની મુલાકાત લીધા પછી હું જોઈ શક્યો કે હું જે સિદ્ધાંતોમાં માનું છું તે જ સિદ્ધાંતોનું ત્યાં પાલન કરવામાં આવે છે. મને વિશ્વાસ છે કે વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયા વનતારામાં ખીલશે, ટૂંક સમયમાં નવા મિત્રો બનાવશે અને હાથીઓ જંગલમાં જે સ્વતંત્રતા અને આનંદ માણે છે તેનો અનુભવ કરીને એક પરિપૂર્ણ જીવન જીવશે.

Jamnagar: અનંત અંબાણીના વનતારામાં વધુ 2 હાથીઓનું થશે પુનર્વસન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અનંત અંબાણી દ્વારા સ્થાપિત એક અત્યાધુનિક પ્રાણી બચાવ અને પુનર્વસન સંસ્થા વનતારામાં કોલકાતા નજીક માયાપુરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) તરફથી બે હાથીને મોકલવામાં આવ્યા. ગયા એપ્રિલમાં હાથીના મહાવત પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બંને હાથી પણ ઘાયલ થયા હતા. જેમાં તેની વિશેષ સંભાળ અને તેમના સુખાકારી માટે વધુ યોગ્ય વાતાવરણની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વનતારા ખાતે બંને હાથી એક કાયમી ઘરમાં સ્થાયી થશે

ત્યારે ઈસ્કોન સાથે ભાગીદારીમાં વનતારા દ્વારા શરૂ કરાયેલા ટ્રાન્સફર પ્રોજેક્ટને ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચાયેલી અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિ તરફથી સંપૂર્ણ મંજૂરી મળી છે, જેને મુશ્કેલીમાં મુકાયેલા જંગલી પ્રાણીઓને બચાવવા અને સુરક્ષિત, તણાવમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વનતારા ખાતે બંને હાથી એક કાયમી ઘરમાં સ્થાયી થશે, અહીં નિષ્ણાત લોકો પશુચિકિત્સા સંભાળ પૂરી પાડશે. જેમાં માનસિક મૂલ્યાંકન અને સારવારનો સમાવેશ થાય છે, જે સકારાત્મક મજબૂતીકરણ તાલીમ પર આધારિત છે.

અમે પ્રજાતિઓ અથવા જાતિઓ વચ્ચે કોઈ ભેદ પાડતા નથી

ઈસ્કોન માયાપુર 2007થી લક્ષ્મીપ્રિયા અને 2010થી બિષ્ણુપ્રિયા નામના બંને હાથીને રાખી રહ્યું છે, તેમનો ઉપયોગ મંદિર ધાર્મિક વિધિઓ અને વિવિધ તહેવારોના પ્રસંગો માટે કરે છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયા અને વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સહિત પશુ સંરક્ષણ સંગઠનોએ ઈસ્કોન હાથીઓને વિશ્વસનીય અને પ્રખ્યાત હાથી સંભાળ સુવિધામાં મુક્ત કરવાની હિમાયત કરી હતી. PETA ઈન્ડિયાએ બચાવ કેન્દ્રમાં સ્થાનાંતરણના બદલામાં મંદિર ધાર્મિક વિધિઓ માટે યાંત્રિક હાથી પણ ઓફર કર્યો હતો. ઈસ્કોન મંદિરના વરિષ્ઠ સભ્ય અને માયાપુરમાં મહાવત્સ અને હાથીઓના મેનેજર હૃમતી દેવી દાસીએ કહ્યું, “ઈસ્કોનમાં અમારી માન્યતાઓ અનુસાર, દરેક વ્યક્તિ તેમના બાહ્ય કવચ અથવા ભૌતિક શરીરમાં એક જ આધ્યાત્મિક આત્મા છે. અમે પ્રજાતિઓ અથવા જાતિઓ વચ્ચે કોઈ ભેદ પાડતા નથી. વિવિધ શરીરો ભિન્ન સ્વભાવના હોઈ શકે છે, જો કે, દરેક શરીરની અંદરનો આત્મા આધ્યાત્મિક સ્વભાવનો છે અને કરુણા અને આદરને પાત્ર છે. પ્રાણીઓ સાથે દયા અને આદર સાથે વર્તન કરીને અમે ભગવાન કૃષ્ણ પ્રત્યે અમારી ભક્તિ વ્યક્ત કરીએ છીએ.

વનતારામાં સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે

જે આપણને શીખવે છે કે સાચી સેવા બધા જીવંત પ્રાણીઓનું રક્ષણ અને પાલન કરવામાં રહેલી છે. જાતે વનતારાની મુલાકાત લીધા પછી હું જોઈ શક્યો કે હું જે સિદ્ધાંતોમાં માનું છું તે જ સિદ્ધાંતોનું ત્યાં પાલન કરવામાં આવે છે. મને વિશ્વાસ છે કે વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયા વનતારામાં ખીલશે, ટૂંક સમયમાં નવા મિત્રો બનાવશે અને હાથીઓ જંગલમાં જે સ્વતંત્રતા અને આનંદ માણે છે તેનો અનુભવ કરીને એક પરિપૂર્ણ જીવન જીવશે.