Jamnagarના ધ્રોલમાં સત્તાનો દુરુપયોગ; કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ નોંધાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના ધ્રોલ શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જ્યાં સત્તાધારી પક્ષના એક ચૂંટાયેલા પ્રતિનિધિના પુત્ર વિરુદ્ધ વ્યાજખોરી અને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ધ્રોલ નગરપાલિકાના કોર્પોરેટરના પુત્ર તોસિફ દલ વિરુદ્ધ રેશમાબેન ડોસાણી નામની મહિલાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથેની અરજી આપી છે. રેશમાબેન ડોસાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમના પતિએ તોસિફ દલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.
તોસિફ દલ વિરુદ્ધ વ્યાજખોરી, ધમકીની ફરિયાદ
ફરિયાદીના કહેવા મુજબ તેમણે તોસિફ દલને લીધેલી મૂળ રકમ કરતાં ઘણી વધારે રકમ પરત આપી દીધી હોવા છતાં તોસિફ દલ દ્વારા તેમની પાસે સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ આપવામાં આવતી હતી. આ અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેટરનો પુત્ર હોવાના નાતે તોસિફ દલ સત્તાનો દુરુપયોગ કરીને દાદાગીરી કરી રહ્યો છે અને સામાન્ય નાગરિકોને હેરાન કરી રહ્યો છે.
રેશમાબેનના પતિએ વ્યાજે પૈસા લીધા હતા
આ મામલે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને તોસિફ દલ વિરુદ્ધ વ્યાજખોરી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને ધ્રોલ શહેરમાં ભારે ચર્ચા જાગી છે. નગરજનોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિના પુત્રો જ કાયદાની વિરુદ્ધ જઈને વ્યાજખોરી જેવા ગેરકાયદેસર કાર્યોમાં સંડોવાયેલા હશે તો સામાન્ય અને ગરીબ નાગરિકો ન્યાયની આશા કોની પાસેથી રાખશે? આ બનાવ સત્તાના દુરુપયોગ અને દાદાગીરીની પરાકાષ્ઠા દર્શાવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

