Jamnagarના ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા, મળે છે અઢળક રૂપિયા

જામનગર જિલ્લાનું સૌથી મોટું ગણાતું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી, લસણ અને જીરુંના ભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલ મગફળીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી બાજુ લસણના ભાવને લઈ ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે. જેમાં લસણ ના ભાવ 3,500 રૂપિયાથી લઈ 6000 રૂપિયા જેવા બોલાઈ રહ્યાં છે. લસણની સારી આવક જામનગર એ.પી.એમ.સી. ખાતે કપાસ, લસણ અને મગફળી સહિતની જણસીઓની વિપુલ માત્રામાં આવક શરૂ થઇ છે. હાલારમાં ચાલુ વર્ષે ખરીફ પાક ખુબ સારો ઉતર્યો છે, અને હાલ જામનગરના હાપા યાર્ડમાં મગફળી, લસણ અને ખાસ તો કપાસની મબલખ આવકો થઇ રહી છે. જેમાં ખાસ હાલ લસણ ને લઇ બજાર ગરમ જોવા મળી રહયું છે. હાલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લસણનો ભાવ છેલ્લા 3 વર્ષ બાદ વધુ મળી રહ્યા છે. ખેડૂતો હોંશે હોંશે તેમનું લસણ લઈને જામનગર યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યાં છે. સારૂ વાવેતર થયુ લસણનું જામનગરના હાપા યાર્ડમાં ગત વર્ષે લસણની આવક 1 લાખ 40 હજાર કવીન્ટલ નોંધાઈ હતી, તેની સામે ચાલુ વર્ષે લસણમાં 50000 કવીન્ટલની આવક નોંધાઈ છે. ગત વર્ષે 20 કિલોનો નીચો ભાવ 500 થી ઉંચો ભાવ 2250 હતો. જેની સામે આ વર્ષે 20 કિલો લસણના ભાવ નીચામાં 2500 થી લઇ ઉંચામાં 6000એ ભાવ નોંધાયા છે. હાલ જામનગર યાર્ડમાં લસણ જામનગર, હળવદ, અમરેલી, ગોંડલ, રાજકોટ સહીત અન્ય સ્ટેટમાંથી પણ આવક ચાલુ છે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ચાલુ વર્ષે જામનગર સાથે અન્ય જગ્યાએ પણ લસણનું વાવેતર ખુબ જ જોવા મળ્યું છે. મગફળીની મબલક આવક 3 હાલ જામનગર સહીત જિલ્લાના તમામ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલક આવક થઇ રહી છે. એક બાજુ જામનગર યાર્ડમાં અન્ય જણસીઓ પોતાના ભાવને લઈ હાઈ લેવલ પર પહોંચ્યો છે. ખાસ કરીને લસણ નો ભાવ યાર્ડમાં 1 મણ દીઠ 6000 રૂ. પહોંચ્યું છે તો બીજી તરફ 4 વર્ષ બાદ લસણના ભાવ ઉંચા જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.  

Jamnagarના ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા, મળે છે અઢળક રૂપિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાનું સૌથી મોટું ગણાતું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી, લસણ અને જીરુંના ભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલ મગફળીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી બાજુ લસણના ભાવને લઈ ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે. જેમાં લસણ ના ભાવ 3,500 રૂપિયાથી લઈ 6000 રૂપિયા જેવા બોલાઈ રહ્યાં છે.

લસણની સારી આવક

જામનગર એ.પી.એમ.સી. ખાતે કપાસ, લસણ અને મગફળી સહિતની જણસીઓની વિપુલ માત્રામાં આવક શરૂ થઇ છે. હાલારમાં ચાલુ વર્ષે ખરીફ પાક ખુબ સારો ઉતર્યો છે, અને હાલ જામનગરના હાપા યાર્ડમાં મગફળી, લસણ અને ખાસ તો કપાસની મબલખ આવકો થઇ રહી છે. જેમાં ખાસ હાલ લસણ ને લઇ બજાર ગરમ જોવા મળી રહયું છે. હાલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લસણનો ભાવ છેલ્લા 3 વર્ષ બાદ વધુ મળી રહ્યા છે. ખેડૂતો હોંશે હોંશે તેમનું લસણ લઈને જામનગર યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યાં છે.

સારૂ વાવેતર થયુ લસણનું

જામનગરના હાપા યાર્ડમાં ગત વર્ષે લસણની આવક 1 લાખ 40 હજાર કવીન્ટલ નોંધાઈ હતી, તેની સામે ચાલુ વર્ષે લસણમાં 50000 કવીન્ટલની આવક નોંધાઈ છે. ગત વર્ષે 20 કિલોનો નીચો ભાવ 500 થી ઉંચો ભાવ 2250 હતો. જેની સામે આ વર્ષે 20 કિલો લસણના ભાવ નીચામાં 2500 થી લઇ ઉંચામાં 6000એ ભાવ નોંધાયા છે. હાલ જામનગર યાર્ડમાં લસણ જામનગર, હળવદ, અમરેલી, ગોંડલ, રાજકોટ સહીત અન્ય સ્ટેટમાંથી પણ આવક ચાલુ છે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ચાલુ વર્ષે જામનગર સાથે અન્ય જગ્યાએ પણ લસણનું વાવેતર ખુબ જ જોવા મળ્યું છે.

મગફળીની મબલક આવક

3 હાલ જામનગર સહીત જિલ્લાના તમામ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલક આવક થઇ રહી છે. એક બાજુ જામનગર યાર્ડમાં અન્ય જણસીઓ પોતાના ભાવને લઈ હાઈ લેવલ પર પહોંચ્યો છે. ખાસ કરીને લસણ નો ભાવ યાર્ડમાં 1 મણ દીઠ 6000 રૂ. પહોંચ્યું છે તો બીજી તરફ 4 વર્ષ બાદ લસણના ભાવ ઉંચા જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.