પશ્ચિમ કચ્છમાં પાંચ મહિલા સહીત 11, પૂર્વ કચ્છમાં કુલ 32 જુગારી ઝડપાયા
શ્રાવણ મહીનામાં જુગારની પરંપરા વચ્ચે પૂર્વ-પશ્ચિમ કચ્છમાં કુલ ૪૩ લોકોને સવા લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયાંગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે શકુનીનાં શિષ્યો પર તવાઈ બોલાવી હતી. જેમાં પૂર્વ કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં રમાતી જુગાર પર પોલીસે કુલ ૬ દરોડા પાડી, જુગાર રમતા કુલ ૩૨ શખ્સોને રોકડા રૂ. ૫૯,૮૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે, પશ્ચિમ કચ્છના બળદિયા ગામે પાંચ મહિલા સહિત કુલ ત્રણ દરોડામાં જુગાર રમતાં ૧૧ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યાં છે.આ અંગે મળતી માહિતી અનુસાર રાપરનાં ગજુવાંઢ ગામમાં આવેલા મોમાઈ માતાજીનાં મંદિર પાસે રમાતી જુગાર પર બાતમી આધારે ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૯ શખ્સોને રોકડા રૂ. ૧૧,૪૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.તો બીજી બાજુ રાપરનાં પલાસવા ગામમાં આવેલા નવાપરાવાસમાં રમાતી જુગાર પર આડેસર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ. ૧૦,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને દુધઈ પોલીસે જુગાર પર કુલ બે દરોડા પાડયા હતા. જેમાં અંજારનાં અમરાપર ગામની સીમમાં જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તો બીજો દરોડો અંજારનાં કોટડા ગામની સીમમાં પાડયો હતો. જેમાં પોલીસે જુગાર રમતા ૫ ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં સેતાન ચોકમાં રમાતી જુગાર પર ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ. ૧૦,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અને અંજારનાં વરસામેડીમાં સૌરભ ઇન્ટરનેશનલ ટીમ્બરનાં ગેટની બહાર ખુલ્લી જગ્યા પર રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રોકડા રૂ. ૧૨,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ભુજ અને તાલુકાના ધાણેટી તથા બળદિયામાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં પાંચ મહિલા અને છ પૂરૂષોને પોલીસે પકડી પાડીને રોકડ રૂપિયા ૩૦,૬૨૦ અને ૨૫ હજારના પાંચ મોબાઇલ મળી કુલે રૂપિયા ૫૫,૬૨૦નો મુદમાલ કબ્જે કર્યો હતો. જ્યારે ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બી ડિવિઝન પોલીસે ભુજમાં રામનગરીમાં જુગાર રમતા ભરત ઝવેર પટ્ટણીને બી ડિવિઝન પોલીસે રોકડ રૂપિયા ૨ હજાર સાથે પકડી લીધો હતો. જ્યારે કાન્તિભાઇ રણછોડભાઇ પટ્ટણી, જેઠાભાઇ ચુનીલાલ વઢીયારા, સકો પટ્ટણી, ચમન પટ્ટણી નામના ચાર શખ્સ નાસી ગયા હતા. તો, પધ્ધર પોલીસે ધાણેટી ગામે જુગાર રમતા નંદલાલ ઉર્ફે ભોળાભાઇ દાનાભાઇ છાંગા, ભુરાભાઇ દલશીભાઇ ડામોર, હરેશગર જ્ઞાાનગર ગુસાઇ, દિનેશ અનશીંગ ડામોર, ભરતભાઇ હદુભાઇ છાંગા સહિત પાંચ શખ્સને પધ્ધર પોલીસે રોકડ રૂપિયા ૧૭,૧૮૦ તથા પાંચ મોબાઇલ કિંમત રૂપિયા ૨૫ હજાર, મળી કુલે રૂપિયા ૪૨,૧૮૦ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે માનકુવા પોલીસે બળદિયા ગામે ઘરમાં જુગાર શાન્તાબેન શામજી ગરવા, શેરૂબાઇ સુમાર સમેજા, નાનબાઇ કરમશી વણકર, મેઘબાઇ રામજી વણકર, રામીબેન પ્રેમજી સીજુને પકડી પાડી રૂપિયા ૧૧,૪૪૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રાવણ મહીનામાં જુગારની પરંપરા વચ્ચે પૂર્વ-પશ્ચિમ કચ્છમાં કુલ ૪૩ લોકોને સવા લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયાં
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે શકુનીનાં શિષ્યો પર તવાઈ બોલાવી હતી. જેમાં પૂર્વ કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં રમાતી જુગાર પર પોલીસે કુલ ૬ દરોડા પાડી, જુગાર રમતા કુલ ૩૨ શખ્સોને રોકડા રૂ. ૫૯,૮૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે, પશ્ચિમ કચ્છના બળદિયા ગામે પાંચ મહિલા સહિત કુલ ત્રણ દરોડામાં જુગાર રમતાં ૧૧ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રાપરનાં ગજુવાંઢ ગામમાં આવેલા મોમાઈ માતાજીનાં મંદિર પાસે રમાતી જુગાર પર બાતમી આધારે ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૯ શખ્સોને રોકડા રૂ. ૧૧,૪૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.તો બીજી બાજુ રાપરનાં પલાસવા ગામમાં આવેલા નવાપરાવાસમાં રમાતી જુગાર પર આડેસર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ. ૧૦,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને દુધઈ પોલીસે જુગાર પર કુલ બે દરોડા પાડયા હતા. જેમાં અંજારનાં અમરાપર ગામની સીમમાં જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તો બીજો દરોડો અંજારનાં કોટડા ગામની સીમમાં પાડયો હતો. જેમાં પોલીસે જુગાર રમતા ૫ ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં સેતાન ચોકમાં રમાતી જુગાર પર ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ. ૧૦,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અને અંજારનાં વરસામેડીમાં સૌરભ ઇન્ટરનેશનલ ટીમ્બરનાં ગેટની બહાર ખુલ્લી જગ્યા પર રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રોકડા રૂ. ૧૨,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભુજ અને તાલુકાના ધાણેટી તથા બળદિયામાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં પાંચ મહિલા અને છ પૂરૂષોને પોલીસે પકડી પાડીને રોકડ રૂપિયા ૩૦,૬૨૦ અને ૨૫ હજારના પાંચ મોબાઇલ મળી કુલે રૂપિયા ૫૫,૬૨૦નો મુદમાલ કબ્જે કર્યો હતો. જ્યારે ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બી ડિવિઝન પોલીસે ભુજમાં રામનગરીમાં જુગાર રમતા ભરત ઝવેર પટ્ટણીને બી ડિવિઝન પોલીસે રોકડ રૂપિયા ૨ હજાર સાથે પકડી લીધો હતો. જ્યારે કાન્તિભાઇ રણછોડભાઇ પટ્ટણી, જેઠાભાઇ ચુનીલાલ વઢીયારા, સકો પટ્ટણી, ચમન પટ્ટણી નામના ચાર શખ્સ નાસી ગયા હતા. તો, પધ્ધર પોલીસે ધાણેટી ગામે જુગાર રમતા નંદલાલ ઉર્ફે ભોળાભાઇ દાનાભાઇ છાંગા, ભુરાભાઇ દલશીભાઇ ડામોર, હરેશગર જ્ઞાાનગર ગુસાઇ, દિનેશ અનશીંગ ડામોર, ભરતભાઇ હદુભાઇ છાંગા સહિત પાંચ શખ્સને પધ્ધર પોલીસે રોકડ રૂપિયા ૧૭,૧૮૦ તથા પાંચ મોબાઇલ કિંમત રૂપિયા ૨૫ હજાર, મળી કુલે રૂપિયા ૪૨,૧૮૦ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે માનકુવા પોલીસે બળદિયા ગામે ઘરમાં જુગાર શાન્તાબેન શામજી ગરવા, શેરૂબાઇ સુમાર સમેજા, નાનબાઇ કરમશી વણકર, મેઘબાઇ રામજી વણકર, રામીબેન પ્રેમજી સીજુને પકડી પાડી રૂપિયા ૧૧,૪૪૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.