Sabarkanthaના તલોદના વોર્ડ નંબર-4માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા તંત્રમાં મચ્યો ખળભળાટ

ગુજરાતમાં 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે,ત્યારે તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગતા સમગ્ર તલોદ નગરપાલિકામાં ભારે ખળભળાટ સર્જાયો છે. પાણી નહી તો વોટ નહીના બેનરો તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લાગતા સમગ્ર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ચૂંટણીનો ગરમાવો વોર્ડ નંબર 4 માં વ્યાપ્યો છે શ્રી જનતા સોસાયટી ના 65 પરિવાર તેમજ 300 થી વધુ મતદારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વાયદાઓ અને વચનો ઉમેદવારો આપે છે અને પછી તે નિભાવતા ના હોવાની વાત સામે આવી છે. પાણીની સમસ્યા સૌથી વધારે મતદારો પાણીની સમસ્યા દૂર કરીશું તેવા વાયદાઓ આપી અને વોટ લઈ જાય છે ત્યારે આ વખતે અમે કોઈપણ સંજોગોમાં કે કોઈ પણ વાતમાં આવીશું નહીં 65 વર્ષથી વધુ સમય થયો છે આ સોસાયટી બન્યાને લઈ અને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેમજ નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાથી હવે કોઈપણ સંજોગોમાં વોટ ન આપવા મક્કમ સોસાયટીના રહીશો જોવા મળી રહ્યા છે મહિલાઓ યુવાનો અને વૃદ્ધો પણ હવે પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે ચિમકી ઉચ્ચારી છે સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં સાત વોર્ડ આવેલા છે જે પૈકી સૌથી વધુ ગરમાવો વોર્ડ નંબર ચારમાં લાગ્યો છે આ વોર્ડમાં પાણી ન હોવાને પગલે ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા રાજકીય પાર્ટીઓમાં ખળભળાટ સર્જાયો છે.  

Sabarkanthaના તલોદના વોર્ડ નંબર-4માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા તંત્રમાં મચ્યો ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે,ત્યારે તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગતા સમગ્ર તલોદ નગરપાલિકામાં ભારે ખળભળાટ સર્જાયો છે.

પાણી નહી તો વોટ નહીના બેનરો

તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લાગતા સમગ્ર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ચૂંટણીનો ગરમાવો વોર્ડ નંબર 4 માં વ્યાપ્યો છે શ્રી જનતા સોસાયટી ના 65 પરિવાર તેમજ 300 થી વધુ મતદારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વાયદાઓ અને વચનો ઉમેદવારો આપે છે અને પછી તે નિભાવતા ના હોવાની વાત સામે આવી છે.

પાણીની સમસ્યા સૌથી વધારે

મતદારો પાણીની સમસ્યા દૂર કરીશું તેવા વાયદાઓ આપી અને વોટ લઈ જાય છે ત્યારે આ વખતે અમે કોઈપણ સંજોગોમાં કે કોઈ પણ વાતમાં આવીશું નહીં 65 વર્ષથી વધુ સમય થયો છે આ સોસાયટી બન્યાને લઈ અને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેમજ નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાથી હવે કોઈપણ સંજોગોમાં વોટ ન આપવા મક્કમ સોસાયટીના રહીશો જોવા મળી રહ્યા છે મહિલાઓ યુવાનો અને વૃદ્ધો પણ હવે પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે ચિમકી ઉચ્ચારી છે સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં સાત વોર્ડ આવેલા છે જે પૈકી સૌથી વધુ ગરમાવો વોર્ડ નંબર ચારમાં લાગ્યો છે આ વોર્ડમાં પાણી ન હોવાને પગલે ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા રાજકીય પાર્ટીઓમાં ખળભળાટ સર્જાયો છે.