Jambusarમાં ધોધમાર વરસાદ વરસતા એસટી ડેપો સ્વિમિંગ પૂલમાં ફેરવાયો, તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના જંબુસરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદનું પાણી ભરાવાને કારણે જંબુસર એસટી ડેપો જાણે કે સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડેપોના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મુસાફરો અને બસ ડ્રાઇવરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિ દર્શાવે છે કે જંબુસર નગરપાલિકાના તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
ધોધમાર વરસાદથી ડેપોમાં પાણી ભરાયા
ડેપો અને શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. વરસાદી કાંસ અને ગટરો ચોમાસા પહેલા સાફ ન કરાતા પાણીનો નિકાલ થઈ શકતો નથી. જેના કારણે પાણી ભરાઈ રહે છે. વર્ષોથી જંબુસર એસટી ડેપો તંત્ર આ સમસ્યાથી પીડાઈ રહ્યું છે. પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણી ભરાવાને કારણે બસોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે અને મુસાફરોને પણ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે.
વરસાદી કાંસમાં પાણી નિકાલ ન થતા હાલાકી
આ ઉપરાંત ડેપોમાં પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાવવાનો ભય પણ વધી જાય છે. સ્થાનિક લોકો અને એસટી કર્મચારીઓએ આ સમસ્યાને તાત્કાલિક હલ કરવા માટે તંત્રને અપીલ કરી છે. તેમની માંગ છે કે નગરપાલિકા દ્વારા યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવામાં આવે જેથી વરસાદી પાણીનો સમયસર નિકાલ થઈ શકે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. જો આ સમસ્યાનું નિવારણ ન થાય તો લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે.
What's Your Reaction?






