Independence Day 2026: છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ 'એક શામ શહીદો કે નામ'કાર્યક્રમ ઉજવાયો

Aug 15, 2026 - 00:00
Independence Day 2026: છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ 'એક શામ શહીદો કે નામ'કાર્યક્રમ ઉજવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુર જિલ્લા મથકે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના વીર શહીદોની સ્મૃતિમાં 'એક શામ શહીદો કે નામ' શીર્ષક હેઠળ એક ભવ્ય અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા.

'એક શામ શહીદો કે નામ' સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સંધ્યામાં સ્થાનિક કલાકારો અને શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિથી સભર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. એકથી ચડિયાતા ગીતો અને નૃત્યો પર નગરજનોએ ઝૂમીને દેશપ્રેમનો અનોખો આનંદ માણ્યો હતો.

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગાયા 3 દેશભક્તિના ગીતો

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન બન્યા હતા. તેમણે પોતે સ્ટેજ પર આવીને એક પછી એક એમ 3 સુમધુર દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. કલેક્ટરના સૂર અને રાષ્ટ્રપ્રેમથી ભરેલા ગીતો સાંભળીને ઉપસ્થિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી સમગ્ર પંડાલ ગુંજી ઉઠ્યો હતો.

Independence Day 2026: Chhota Udepur, Collector Gargi Jain Sings Patriotic Songs on Independence Day 2026 Eve

શહીદોને શ્રદ્ધાંજલિ અને નગરજનોમાં ભારે ઉત્સાહ

કલેક્ટરની આ સરાહનીય પહેલથી સમગ્ર કાર્યક્રમનો માહોલ અત્યંત ઉત્સાહવર્ધક અને દેશભક્તિમય બની ગયો હતો. નાગરિકો અને અધિકારીઓએ એકસાથે મળીને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રનિષ્ઠાનો સંકલ્પ દોહરાવ્યો હતો.


આ પણ વાંચો - 15 August Top News: 15 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0