Idar: માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દીધું, પોલીસ તપાસ શરૂ
સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે. લક્ષ્મીબેન ચૌહાણનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો.બાળકનું અપહરણ થયાનું માતાએ જણાવ્યું આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવાર થકી ભય જણાતા તેને કાગળમાં લપેટી પોતાના વ્હાલસોયા કટકાને પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે આવ્યા હતા. તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે આ મામલે જાણવા જોગ ફરિયાદ કરી હતી. સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો જોકે 15 દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસ.ઓ.જી અને એલ.સી.બી સહિતની ટીમો કામે લગાડી હતી, તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો. સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમને સમગ્ર ગુનો કબૂલી લીધો હતો. સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી સામાન્ય રીતે માતાની મમતા વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે, ત્યારે ઈડરના અચરાલ ગામે સર્જાયેલી આ ઘટના સમગ્ર માનવ જાત માટે વિચારવા લાયક બની રહે છે. એક તરફ ડર અને ભય સામાન્ય બાબતમાં કેટલી મોટી સામાજિક સમસ્યા બની જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અચાનક બાળક જમીન ઉપર પડી જતા તેનું મોત થયાનું ડોક્ટર જણાવે તે પહેલા જાતે જ સ્વીકારી લેતા તેને મોતના મુખમાં ધકેલી દેવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી છે. બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે ખસેડાયો જોકે પોલીસે આ મામલે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી તેમજ બાદમાં ખુદ જનેતાએ જ પોતાના કૂવામાં ફેંક્યાનું ખુલતા અન્ય કલમોનો પણ ઉપયોગ કરાશે. સાથોસાથ કૂવામાંથી બહાર લાવેલા પંદર દિવસના બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે જાદર તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે અમદાવાદ મોકલી અપાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે. લક્ષ્મીબેન ચૌહાણનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો.
બાળકનું અપહરણ થયાનું માતાએ જણાવ્યું
આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવાર થકી ભય જણાતા તેને કાગળમાં લપેટી પોતાના વ્હાલસોયા કટકાને પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે આવ્યા હતા. તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે આ મામલે જાણવા જોગ ફરિયાદ કરી હતી.
સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો
જોકે 15 દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસ.ઓ.જી અને એલ.સી.બી સહિતની ટીમો કામે લગાડી હતી, તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો. સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમને સમગ્ર ગુનો કબૂલી લીધો હતો.
સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી
સામાન્ય રીતે માતાની મમતા વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે, ત્યારે ઈડરના અચરાલ ગામે સર્જાયેલી આ ઘટના સમગ્ર માનવ જાત માટે વિચારવા લાયક બની રહે છે. એક તરફ ડર અને ભય સામાન્ય બાબતમાં કેટલી મોટી સામાજિક સમસ્યા બની જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અચાનક બાળક જમીન ઉપર પડી જતા તેનું મોત થયાનું ડોક્ટર જણાવે તે પહેલા જાતે જ સ્વીકારી લેતા તેને મોતના મુખમાં ધકેલી દેવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી છે.
બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે ખસેડાયો
જોકે પોલીસે આ મામલે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી તેમજ બાદમાં ખુદ જનેતાએ જ પોતાના કૂવામાં ફેંક્યાનું ખુલતા અન્ય કલમોનો પણ ઉપયોગ કરાશે. સાથોસાથ કૂવામાંથી બહાર લાવેલા પંદર દિવસના બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે જાદર તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે અમદાવાદ મોકલી અપાયો છે.