Himatnagarના પોલિટેકનિક ચાર રસ્તા પાસે ટ્રકે બાઈકચાલકને 10 ફૂટ ઘસડતા નિપજયું મોત

કોલેજમાંથી આવતા યુવકને ટ્રકચાલકે કચડયો પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથધરી યુવાનનું ઘટના સ્થળે જ મોત હિંમતનગર પોલિટેકનિક ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કોલેજ તરફથી આવતો યુવાનને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.યુવાનને ટ્રક 10 ફુટ સુધી દૂર ખેંચી ગયો હતો,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.ક્રેઈનની મદદ વડે બાઈક ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો.પોલીસની કામચલાઉ ચોકી પણ તોડી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલિટેકનિક ચાર રસ્તા પાસે ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે તેને બીજુ કઈ દેખાયું નથી પણ એક બાઈક ચાલકને 10 ફુટ સુધી ઘસડયો હતો જયા તેનું મોત થયુ હતુ.ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી હતી,અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર પોલીસની બનાવેલી નાની ચોકી પણ તૂટી ગઈ હતી. 7 જૂન 2024ના રોજ ટ્રક અકસ્માતમાં 4ના મોત ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી. 29 મે 2024ના રોજ ખેડામાં પણ ટ્રકે સર્જયો અકસ્માત ખેડા જીલ્લાના કપડવંજ નજીક કપડવંજ મોડાસા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર દસ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.અકસ્માતને પગલે પોલિસે ઘટના સ્થળે પહોંચી હતી. અને કાર્યવાહી હાથધરી હતી.

Himatnagarના પોલિટેકનિક ચાર રસ્તા પાસે ટ્રકે બાઈકચાલકને 10 ફૂટ ઘસડતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોલેજમાંથી આવતા યુવકને ટ્રકચાલકે કચડયો
  • પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથધરી
  • યુવાનનું ઘટના સ્થળે જ મોત

હિંમતનગર પોલિટેકનિક ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કોલેજ તરફથી આવતો યુવાનને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.યુવાનને ટ્રક 10 ફુટ સુધી દૂર ખેંચી ગયો હતો,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.ક્રેઈનની મદદ વડે બાઈક ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો.

પોલીસની કામચલાઉ ચોકી પણ તોડી

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલિટેકનિક ચાર રસ્તા પાસે ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે તેને બીજુ કઈ દેખાયું નથી પણ એક બાઈક ચાલકને 10 ફુટ સુધી ઘસડયો હતો જયા તેનું મોત થયુ હતુ.ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી હતી,અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર પોલીસની બનાવેલી નાની ચોકી પણ તૂટી ગઈ હતી.


7 જૂન 2024ના રોજ ટ્રક અકસ્માતમાં 4ના મોત

ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

29 મે 2024ના રોજ ખેડામાં પણ ટ્રકે સર્જયો અકસ્માત

ખેડા જીલ્લાના કપડવંજ નજીક કપડવંજ મોડાસા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર દસ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.અકસ્માતને પગલે પોલિસે ઘટના સ્થળે પહોંચી હતી. અને કાર્યવાહી હાથધરી હતી.