Himatnagarના ઘોરવાડા ગામે ત્રણ સંતાનોના માવતરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

Aug 7, 2025 - 21:00
Himatnagarના ઘોરવાડા ગામે ત્રણ સંતાનોના માવતરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને કારણે ગામમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આપઘાત કરનાર દંપતીને ત્રણ નાના સંતાનો છે. માતા-પિતાના આ અંતિમ પગલાથી આ ત્રણેય બાળકો નિરાધાર બન્યા હતા. તેમનો આશરો છીનવાઈ જતાં તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આ ઘટનાએ માનવસમાજને હચમચાવી દીધો હતો.

પોલીસે એક્સિડેન્ટલ ડેથ નોંધીને વધુ તપાસ હાથ ધરી

દંપતીએ કયા કારણોસર આટલું ગંભીર પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ માટે આ એક રહસ્ય બન્યું હતે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દંપતીના મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા દંપતીના પરિવારજનો અને ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

દિન-પ્રતિદિન વધતા જતા આપઘાતના બનાવો 

સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. આ ઘટનાઓ માનસિક તણાવ, કૌટુંબિક ઝઘડા, આર્થિક સમસ્યાઓ જેવા અનેક કારણોસર બનતી હોય છે. આ ઘટનાઓ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અને મદદ માટેની જરૂરિયાત પર ગંભીર ચિંતન કરવા માટે પ્રેરિત કરે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0