Himatnagar: પોશીનાના બારા ગામમાં 'ખળા'ની પરંપરા જીવંત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજનો યુગ રોકેટ ગતિએ દોડતી ટેકનોલોજી અને અત્યાધુનિક મશીનરીનો યુગ છે. ખેતીકામમાં હવે ટ્રેક્ટર, થ્રેસર અને હાર્વેસ્ટર જેવા સાધનોનો વ્યાપ વધ્યો છે, જેને કારણે કલાકોનું કામ મિનિટોમાં પૂરું થાય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું બારા ગામ આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને વળગી રહ્યું છે. અહીંના ગરાસિયા સમાજના લોકો આજે પણ પૂર્વજોના સમયની પદ્ધતિથી ઘઉંનો પાક તૈયાર કરે છે.
બારા ગામ અને તેની આસપાસનો વિસ્તાર ડુંગરાળ અને ભૌગોલિક રીતે અત્યંત વિષમ છે. આશ્ચર્યની વાત એ છે કે, આઝાદીના આટલા દાયકાઓ પછી પણ અહીં પાકા રસ્તાઓનો અભાવ છે. રસ્તા ન હોવાને કારણે આધુનિક ખેતીના સાધનો કે ટ્રેક્ટર ખેતરો સુધી પહોંચી શકતા નથી. પરિણામે, અહીંના 500થી વધુ લોકો આજે પણ પરંપરાગત ખેતી પર
નિર્ભર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

