Himatnagar: ન્યાય મંદિર વિસ્તારમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ
હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં સાંજના સુમારે ગણેશ વિસર્જન દરમિયાન હોર્ડીંગ્સ પર લગાવેલ ધાર્મિક ઝંડો ઉતારવાના મામલે કેટલાક લોકોએ વૈમન્યસ્ય રાખીને બબાલ કરતા મામલો ગરમાયો હતો અને બે જૂથો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જોકે એલસીબી, એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતને કાબુમાં લીધી હતો. શહેરમાં શાંતિપૂર્વક જઇ રહેલ ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન શાંતિભંગ કરનાર અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ભગવાન વિઘ્નહર્તાની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પસાર થઇ રહી હતી તે દરમિયાન ન્યાય મંદિર વિસ્તારમાં શોભાયાત્રા પહોંચ્યા બાદ હોર્ડીંગ્સ પર લગાવેલ ધાર્મિક ઝંડા ઉતારવાના મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને બીજી તરફથી લોકોના ટોળા શોભાયાત્રા તરફ દોડી આવ્યા હતા. જોકે પરિસ્થિતને કાબુમાં લેવા માટે એલસીબી, એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ધાર્મિક કટ્ટર માનસિક ધરાવતા કેટલાક સમાજના લોકોએ ઝંડો ઉતારવાના મામલે અલગ જ માનસિકતા દાખવી હોવાના આક્ષેપો થયા બાદ મામલો ગરમાયો હતો. જોકે શાંતિપૂર્વક શોભાયાત્રાને આગળ વધારી દેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મામલો થાળે પાડ્યો અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં કેટલાક અસામાજીક તત્વોને લીધે અવાર નવાર કોમી, તોફાનો, પથ્થરમારાની ઘટનાઓ થઇ રહી છે. ત્યારે ઇદની ઉજવણી બાદ શાંતિપૂર્વક રીતે ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલા આ બનાવ અંગે પણ પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી છે. એલસીબીની ટીમની સાથે સાથે એસઓજી તેમજ સ્થાનિક પોલીસ પરિસ્થિતને કાબુમાં લીધા બાદ માહોલ ઠંડો પડયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં સાંજના સુમારે ગણેશ વિસર્જન દરમિયાન હોર્ડીંગ્સ પર લગાવેલ ધાર્મિક ઝંડો ઉતારવાના મામલે કેટલાક લોકોએ વૈમન્યસ્ય રાખીને બબાલ કરતા મામલો ગરમાયો હતો અને બે જૂથો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જોકે એલસીબી, એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતને કાબુમાં લીધી હતો. શહેરમાં શાંતિપૂર્વક જઇ રહેલ ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન શાંતિભંગ કરનાર અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ભગવાન વિઘ્નહર્તાની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પસાર થઇ રહી હતી તે દરમિયાન ન્યાય મંદિર વિસ્તારમાં શોભાયાત્રા પહોંચ્યા બાદ હોર્ડીંગ્સ પર લગાવેલ ધાર્મિક ઝંડા ઉતારવાના મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને બીજી તરફથી લોકોના ટોળા શોભાયાત્રા તરફ દોડી આવ્યા હતા. જોકે પરિસ્થિતને કાબુમાં લેવા માટે એલસીબી, એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ધાર્મિક કટ્ટર માનસિક ધરાવતા કેટલાક સમાજના લોકોએ ઝંડો ઉતારવાના મામલે અલગ જ માનસિકતા દાખવી હોવાના આક્ષેપો થયા બાદ મામલો ગરમાયો હતો. જોકે શાંતિપૂર્વક શોભાયાત્રાને આગળ વધારી દેવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્થળે જઈને મામલો થાળે પાડ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં કેટલાક અસામાજીક તત્વોને લીધે અવાર નવાર કોમી, તોફાનો, પથ્થરમારાની ઘટનાઓ થઇ રહી છે. ત્યારે ઇદની ઉજવણી બાદ શાંતિપૂર્વક રીતે ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલા આ બનાવ અંગે પણ પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી છે. એલસીબીની ટીમની સાથે સાથે એસઓજી તેમજ સ્થાનિક પોલીસ પરિસ્થિતને કાબુમાં લીધા બાદ માહોલ ઠંડો પડયો હતો.