Himatnagar: દરામલી- ભદ્રેસર માર્ગ બન્યો બિસ્માર, વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈડર અને હિંમતનગર પંથકને જોડતો મહત્વનો એવો દરામલીથી ડુંગરી- ભદ્રેસર માર્ગ હાલમાં વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યો છે. વર્ષો અગાઉ નિર્મિત આ માર્ગની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, ડામરના નામે માત્ર મોટા ખાડાઓ જ બચ્યા છે. તંત્રની આ 'કુંભકર્ણની નિદ્રા' સામે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે.
આ માર્ગ અંકાલા, ચિત્રોડા, પૃથ્વીપુરા અને નરસિંહપુરા જેવા અનેક ગામોને જોડતી મુખ્ય જીવાદોરી સમાન છે. પરંતુ લાંબા સમયથી નવીનીકરણના અભાવે માર્ગની સ્થિતિ દયનીય બની છે. ઊંડા ખાડાઓને કારણે વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખરાબ રસ્તા પર મુસાફરી કરવાને કારણે મુસાફ્રો કમર અને મણકાની તકલીફેનો સામનો કરી રહ્યા છે.
રાત્રિ દરમિયાન અંધારામાં ખાડાઓ ન દેખાવાને કારણે અનેક બાઈક ચાલકો પટકાયા હોવાના બનાવો બન્યા છે. કોઈ મોટી જાનહાનિ થાય તેવી ભીતિ સતત સેવાઈ રહી છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રસ્તા પર માત્ર 'થીંગડા' મારીને સંતોષ માનતા તંત્ર સામે લોકો કટાક્ષમાં પૂછી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? રહીશોની સ્પષ્ટ માંગ છે કે, આ માર્ગ હવે પોતાની મર્યાદા વટાવી ચૂક્યો છે, તેથી પેચવર્ક કરવાને બદલે તેનું સંપૂર્ણ નવીનીકરણ (રિ-કાર્પેટિંગ) કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, હજારો લોકોની હાલાકીને નજરઅંદાજ કરતું તંત્ર આ આવેદના સાંભળીને જાગશે ખરું? કે પછી જનતાએ હજુ પણ જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડશે?
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

