Himatnagar: ઇડરમાં આરોગ્ય અને સુખાકારી અંતર્ગત 900હેલ્થ એમ્બેસેડરને તાલીમ આપવામાં આવી

Feb 22, 2025 - 01:00
Himatnagar: ઇડરમાં આરોગ્ય અને સુખાકારી અંતર્ગત 900હેલ્થ એમ્બેસેડરને તાલીમ આપવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લામાં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે તાજેતરમાં બાળકોના આરોગ્ય અને સુખાકારી અંતર્ષત જીલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 900 હેલ્થ એમ્બેસેડર શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. આરોગ્ય બાળકોના શિક્ષણ અને વિકાસને અસર કરે છે. આયુષ્માન ભારતના ભાષરૂપે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની આષેવાની હેઠળ શાળાએ જતા બાળકોને તેમના આરોગ્ય અને સુખાકારી સબંધિત વ્યાપક જાણકારી, માનસિક સહયોષ અને આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે 900 શિક્ષકોને તા.6 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે તાલીમ આપવામાં આવી હતી.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ષદર્શન અનુસાર ધો.1 થી 12ના તમામ બાળકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંષી વિકાસ માટે શિક્ષણ શાખાના તાલીમબદ્ધ શિક્ષકોનાં સહયોષથી જીલ્લાના 710 પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને 190 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકોને તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ભાવનાત્મક સુખાકારી અને માનસિક આરોગ્ય, આંતર વૈયકતીક સંબધો, મુલ્યો અને નાષરિકતા, જેન્ડર સમાનતા, પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા, નશીલા પદાર્થોના દુરુપયોષની રોકથામ અને વ્યવસ્થાપન, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર, પ્રજનન સ્વાસ્થ્ય અને એચઆઈવીની રોકથામ, હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને ઈંટરનેટ અને સોશિયલ મીડીયાના સુરક્ષિત ઉપયોષને પ્રોત્સાહન આપવું જેવા 11 મોડયુલની ત્રિદિવસીય તાલીમ આપવામાં આવી હતી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0