Halvad: પ્રકાશનગરમાં-શાળાએ ગયેલો બાળક રિસેસ બાદ ગુમ : કેનાલમાં ડૂબ્યો હોવાની આશંકા

ખેતમજૂરી કરતા પરિવારનો પુત્ર ધો.3માં અભ્યાસ કરતો હતોહળવદ ફાયરબ્રિગેડ અને ટીકરના તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ રિશેષ બાદ પરત શાળાએ ન આવતા મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતો બાળક શુક્રવારે બપોરે રિશેષ બાદ પરત શાળાએ ન આવતા મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે શાળાની બાજુમાંથી જ પસાર થતી નર્મદા કેનાલમાં આ બાળક પડી ગયો હોવાની આશંકા વચ્ચે હાલ હળવદ ફાયરબ્રિગેડની ટીમ તેમજ ટીકરની તરવૈયાની ટીમ શોધખોળ કરી રહી છે. બનાવની જાણ મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે ખેત મજૂરી કામ કરતા હરસિંગભાઈ રાઠવાનો નવ વર્ષનો દીકરો કરમસિંઘ કે જે પ્રકાશનગર પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે દરરોજની માફ્ક ગઈકાલે શુક્રવારે પણ કરમસિંગ સ્કૂલે ગયો હતો અને બપોરે 1 વાગ્યે રિસેષ પડયા બાદ કરમસિંગ ગુમ થઈ ગયો છે. શિક્ષકો દ્વારા આ બનાવની જાણ પરિવારજનોને કરાતા પરિવારજનો પણ મોડી સાંજ સુધી શોધખોળ કરી રહ્યા હતા. જો કે તે અરસામાં અન્ય બાળકોના જણાવ્યા મુજબ કરમસિંઘ અને તેના બે મિત્રો શાળાની બાજુમાંથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરે નાહવા પડતા ડુબી ગયો હતો. જેથી શંકાને આધારે હાલ ટીકર ગામના તરવૈયા તેમજ હળવદની ફાયરની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

Halvad: પ્રકાશનગરમાં-શાળાએ ગયેલો બાળક રિસેસ બાદ ગુમ : કેનાલમાં ડૂબ્યો હોવાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેતમજૂરી કરતા પરિવારનો પુત્ર ધો.3માં અભ્યાસ કરતો હતો
  • હળવદ ફાયરબ્રિગેડ અને ટીકરના તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ
  • રિશેષ બાદ પરત શાળાએ ન આવતા મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી

હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતો બાળક શુક્રવારે બપોરે રિશેષ બાદ પરત શાળાએ ન આવતા મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી રહી હતી.

જોકે શાળાની બાજુમાંથી જ પસાર થતી નર્મદા કેનાલમાં આ બાળક પડી ગયો હોવાની આશંકા વચ્ચે હાલ હળવદ ફાયરબ્રિગેડની ટીમ તેમજ ટીકરની તરવૈયાની ટીમ શોધખોળ કરી રહી છે.

બનાવની જાણ મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે ખેત મજૂરી કામ કરતા હરસિંગભાઈ રાઠવાનો નવ વર્ષનો દીકરો કરમસિંઘ કે જે પ્રકાશનગર પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે દરરોજની માફ્ક ગઈકાલે શુક્રવારે પણ કરમસિંગ સ્કૂલે ગયો હતો અને બપોરે 1 વાગ્યે રિસેષ પડયા બાદ કરમસિંગ ગુમ થઈ ગયો છે. શિક્ષકો દ્વારા આ બનાવની જાણ પરિવારજનોને કરાતા પરિવારજનો પણ મોડી સાંજ સુધી શોધખોળ કરી રહ્યા હતા. જો કે તે અરસામાં અન્ય બાળકોના જણાવ્યા મુજબ કરમસિંઘ અને તેના બે મિત્રો શાળાની બાજુમાંથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરે નાહવા પડતા ડુબી ગયો હતો. જેથી શંકાને આધારે હાલ ટીકર ગામના તરવૈયા તેમજ હળવદની ફાયરની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે.