Halvad: ચરાડવાધામમાં નર્કાગારની સ્થિતિથી સ્થાનિકોમાં આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદ તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતું અને ખુદ સ્વામિનારાયણ ભગવાનએ અહીંયા મંદિરનું નિર્માણ કરેલું એવું ચરાડવા ધામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં યાત્રાધામ તરીકે આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હાલ યાત્રાધામમાં ઠેર ઠેર ગંદકીથી માંડી તમામ પાયાની સુવિધાઓનો અભાવ હોવાને કારણે રહીશો અને બહારગામ થી દર્શન કરવા આવતા હરિભક્તો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચરાડવા ગામ હળવદ અને જિલ્લા મથક મોરબી શહેરની મધ્યમાં વચ્ચે છે. તેમજ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું આ ગામ રાજકારણનું એપી સેન્ટર ગણવામાં આવે છે. ઉપરાંત ગામ મધ્યે વર્ષો જુનું સ્વામિનારાયણ મંદિર કે આ મંદિરનું નિર્માણ ખુદ ભગવાન સ્વામિનારાયણએ કરેલું હતું. જેથી આ સંપ્રદાયમાં યાત્રાધામ તરીકે ઓળખાય છે. ગામની વસ્તી બાર હજાર જેટલી છે. પરંતુ પાછલા ઘણા સમયથી સ્થાનિક તેમજ તાલુકા તંત્રવાહકોની લાલિયાવાડીના કારણે આ ગામની દુર્દશા એટલી હદે ખરાબ થઈ છે કે આ ગામ જાણે નર્કાગાર ફેરવાઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ તીવ્ર વાસ મારતા ગંદા પાણી ભરાયેલા છે. ઉપરાંત ગામના મોટાભાગના રસ્તાઓ પણ ગંદકીથી ખદબદી રહ્યા છે. એટલું જ નહીં ચોમાસામાં પણ ગામમાં હાલ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ છે. તાજેતરમાં ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેકટર લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ચરાડવા ગામને પીવાના પાણીનો પ્રશ્ન હોય ગામમાં દરેક ઘરે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકાતું નથી. શું પ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પાસે પણ ગંદકી હોવાને કારણે અહીંયા આવતા દર્શનાર્થીઓને પારાવાર મુસીબતોનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી દિવસોમાં ગામની પૂર્ણ સ્વચ્છતા તેમજ પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો સમગ્ર ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં વિસાવદર વાળી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
What's Your Reaction?






