Halvad: ટીકર ગામે ગ્રામજનોએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો

Oct 5, 2025 - 04:00
Halvad: ટીકર ગામે ગ્રામજનોએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ તાલુકાના ના ટીકર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભા માં હાજર રહેલા ગ્રામ્યજનો એ ગામ ની અનેક પ્રાથમિક સુવિધાઓ ના કામો નહીં થતા અને લોકો પારાવાર મુસીબતો વેઠી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપો સાથે ગ્રામ્યજનો એ હોબાળો મચાવ્યો હતો.

હળવદ ના રણકાંઠા વિસ્તાર ના છેવાડે આવેલા ટીકર ગામ ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા અત્રે યોજાયેલી ગ્રામસભા માં હોબાળો મચાવ્યો હતો ગામ ના રહીશો ના જણાવ્યા મુજબ અમારા ગામ માં મોટા ભાગે પાયાની સુવિધા ના અભાવ છે જેમાં ખાસ તો પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તા ની સમસ્યા જુના ધાટીલાવાળા પુલની સમસ્યા હજું સુધી સમસ્યા યથાવત છે તેનું આજ દીન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોને અન્યાય થવાનો પણ ગંભીર આરોપ લગાવતા ગ્રામસભા માં ઉપસ્થિત અધિકારી જવાબ આપી શક્યા નો હતા.

અત્રે યોજાયેલી ગ્રામસભા માં ઉગ્ર વાતાવરણ વચ્ચે ગ્રામ્યજનો દ્વારા કરાયેલા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવાનો વારો આવશે અને વિસાવદર વાળી થવામાં વાર નહી લાગે. ટીકર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘાટીલાનો પુલ, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0