Halol:એસ.ટી બસ ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓએ ધક્કો મારવો પડયો

Aug 26, 2025 - 02:30
Halol:એસ.ટી બસ ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓએ ધક્કો મારવો પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલોલ એસટીના અનગઢ વહીવટના કારણે કુમળી વયના વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવા માટે એસટી બસને ધક્કો મારવાની ફરજ પડી હતી. આ દ્રશ્ય જોઈએ હાલોલ ડેપોમાં ઉભેલા અન્ય મુસાફરો એસટીના અસંવેદનશીલ વહીવટ સામેનારાજગી સાથે રોષ પ્રગટ કરતા જોવા મળ્યા હતા.

હાલોલ એસટી દ્વારા સંચાલિત 5.30 કલાકે ઉપડતી હાલોલ ગરીયાલ બસ જે બસમાં 80 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓ હાલોલ ખાતે ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા હોય છે. તે વિદ્યાર્થીઓ સાંજના 5.30 કલાકની હાલોલ ગરીયાલ બસમાં પરત જતા હોય છે. આ કુમળી વયના વિદ્યાર્થીઓ સોમવારના રોજ સ્કૂલેથી ઘરે જવા હાલોલ ડેપો પર આવ્યા ત્યાં જે બસ ગરીયાલ જવાની હતી. તે બસ ચાલુ ન થતા વિદ્યાર્થીઓને ના છૂટકે સ્કૂલ યુનિફોર્મ સાથે તેમજ ખભા પર ભારે ભરખમ દફ્તર લબડાવી બસ ચાલુ કરાવવા ધક્કા મારવાની ફરજ પડી હતી. આ પ્રકારના દ્રશ્યો જોઈ અન્ય મુસાફરો પણ એક તબક્કે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

જોકે જાણવા મળતી માહિતી મુજબ આ રૂટ પર રેગ્યુલર ચાલતી બસ અન્ય રૂટ પર ફાળવી દેવામાં આવતા તેમજ હાલોલ ડેપોની હાલોલ ડેપો ની 13, જેટલી એસટી બસો સીસીમાં ફાળવી દેવામાં આવતા પરિવહન સુવિધા ખોરવાઈ ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. જેના કારણે રૂટની રેગ્યુલર બસ ન મળતા કુમળી વયના બાળકોને પોતાના ઘરે જવા માટે ના છૂટકે એસટી બસને ધક્કા મારવાની ફરજ પડી હતી. શિક્ષણ પર ભાર આપતી સરકાર અને એમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો ભણે તે પ્રત્યે સજાગ રહેતી સરકાર માં આપ્રકારના દ્રશ્યો આશ્ચર્ય જગાડી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0