Gujart Weather: રાજ્યમાં બેવડી ઋતુની અસર, કેટલાક ભાગોમાં વરસાદની આગાહી, જુઓ Video

Oct 16, 2025 - 17:30
Gujart Weather: રાજ્યમાં બેવડી ઋતુની અસર, કેટલાક ભાગોમાં વરસાદની આગાહી,  જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન જુદા-જુદા વાતાવરણનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી જયારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવાળી તહેવાર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજયાના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. દિવાળી તહેવાર બગાડશે વરસાદ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાદ જયારે દમણ અને દાદરા નગરહવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે.

તહેવારની ઉજવણીમાં ભંગ, વરસાદ બગાડશે મજા

રાજ્યમાં અત્યારે લોકો દિવાળી તહેવારને લઈને બજારમાં ભીડ જોવા મળી રહી છે. બજારમાં દિવાળીની રોનક છે. લોકો મીઠાઈ, નાસ્તા, પોશાક અને ફટાકડા ખરીદવા ઉમટી પડ્યા છે. તહેવારની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ વરસાદ નવરાત્રિની જેમ દિવાળી તહેવારમાં પણ રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. લોકો તહેવારને લઈને મીઠાઈ અને નમકીન બનાવે છે. તો વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવતા સાવધાની રાખવામાં ના આવે તો આ વાનગીઓ બગડવાની સંભાવના વધે છે.

વાતાવરણમાં બેવડી ઋતુની અસર

રાજ્યમાં અત્યારે મંત્રી મંડળની જાહેરાતને લઈને રાજકીય ગરમાવો છે. પરંતુ વાતાવરણમાં બેવડી ઋતુની અસર છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં ઠંડીનો વરતારો દેખાવા લાગ્યો છે. અને બીજી બાજુ વરસાદ આવતા માવઠાંની શકયતા છે. માવઠું થતા ખેડૂતોના શિયાળુ પાક પર અસર થશે. મુખ્ય શહેરોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બેવડી ઋતુની અસર જોતા લોકોએ સ્વાસ્થય બાબતે તકેદારી રાખવી પડશે તેવું આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચન કરાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0