Gujaratમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ 2024માં 22.51 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો

ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો છે,જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 455 કેસ નોંધાયા છે,તો રાજ્યભરમાંથી 22.51 કરોડથી વધુનો દારૂ પકડાયો છે બીજી તરફ પોલીસે કુલ 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 મેટ્રો સિટીમાંથી 2.60 કરોડથી વધુનો દારૂ પકડાયો છે.સૌથી વધુ વડોદરા શહેર વિસ્તારમાંથી દારૂ ઝડપાયો છે.ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપાય છે દારૂ મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ વધારે ઝડપાય છે,સુરેન્દ્રનગર, બનાસકાંઠા,સુરત ગ્રામ્ય, નવસારીમાં 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે.સ્ટેટ મોનિટરિંગ સેલે એક મહત્વની પોલીસની એજન્સી છે,આખા ગુજરાતની અંદર દારૂ,જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય છે તેની પર સ્ટેટ મોનિટરિંગ સેલ નજર રાખીને બેઠું હોય છે અને દરોડા પાડી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપી સોંપવામા આવતો હોય છે.તો ગુજરાતની સૌથી એકટિવ અને મજબૂત એજન્સી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ.ભાવનગરના વરતેજમાં SMCની રેડ બાદ PSI સસ્પેન્ડ થયા હતા પાંચ મહિના પહેલા એસએમસીની ટીમે બાતમીના આધારે નારી સીદસર રોડ પર રેડ પાડી ટ્રકમાંથી રૂા.35,47,000ની કિંમતની 19,356 બોટલ કબજે કરી હતી અને ટ્રક સાથે કુલ રૂા.55,57,000નો મુદ્દામાલ કબજે થતાં રાજ્યના પોલીસ વડાએ તત્કાલિન વરતેજના પી.એસ.આઇ. એમ.વી.રબારીને સસ્પેન્ડ કર્યા હતા. દારૂના કેસમાં પીએસઆઇ સસ્પેન્ડ થયા બાદ ભાવનગર પોલીસે દ્વારા હાલ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે ત્યારે એસએમસની ટીમે વધુ એક વાર રેડ પાડતા તમામ પોલીસ સ્ટેશનને દારૂની પ્રવૃત્તિ પર નજર રાખવા માટેની કડક સુચના આપવામાં આવી હતી. એસએમસીના એક પીએસઆઈનું નિપજયું હતુ મોત સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યો ને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Gujaratમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ 2024માં 22.51 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો છે,જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 455 કેસ નોંધાયા છે,તો રાજ્યભરમાંથી 22.51 કરોડથી વધુનો દારૂ પકડાયો છે બીજી તરફ પોલીસે કુલ 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 મેટ્રો સિટીમાંથી 2.60 કરોડથી વધુનો દારૂ પકડાયો છે.સૌથી વધુ વડોદરા શહેર વિસ્તારમાંથી દારૂ ઝડપાયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપાય છે દારૂ

મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ વધારે ઝડપાય છે,સુરેન્દ્રનગર, બનાસકાંઠા,સુરત ગ્રામ્ય, નવસારીમાં 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે.સ્ટેટ મોનિટરિંગ સેલે એક મહત્વની પોલીસની એજન્સી છે,આખા ગુજરાતની અંદર દારૂ,જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય છે તેની પર સ્ટેટ મોનિટરિંગ સેલ નજર રાખીને બેઠું હોય છે અને દરોડા પાડી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપી સોંપવામા આવતો હોય છે.તો ગુજરાતની સૌથી એકટિવ અને મજબૂત એજન્સી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ.

ભાવનગરના વરતેજમાં SMCની રેડ બાદ PSI સસ્પેન્ડ થયા હતા

પાંચ મહિના પહેલા એસએમસીની ટીમે બાતમીના આધારે નારી સીદસર રોડ પર રેડ પાડી ટ્રકમાંથી રૂા.35,47,000ની કિંમતની 19,356 બોટલ કબજે કરી હતી અને ટ્રક સાથે કુલ રૂા.55,57,000નો મુદ્દામાલ કબજે થતાં રાજ્યના પોલીસ વડાએ તત્કાલિન વરતેજના પી.એસ.આઇ. એમ.વી.રબારીને સસ્પેન્ડ કર્યા હતા. દારૂના કેસમાં પીએસઆઇ સસ્પેન્ડ થયા બાદ ભાવનગર પોલીસે દ્વારા હાલ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે ત્યારે એસએમસની ટીમે વધુ એક વાર રેડ પાડતા તમામ પોલીસ સ્ટેશનને દારૂની પ્રવૃત્તિ પર નજર રાખવા માટેની કડક સુચના આપવામાં આવી હતી.

એસએમસીના એક પીએસઆઈનું નિપજયું હતુ મોત

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યો ને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.