Gujaratમાં સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો: રાહત કમિશનર આલોક પાંડે

સૌરાષ્ટ્રમાં સિઝનનો 73 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં 75 ટકા વરસાદ નોંધાયોઅત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુનું સ્થળાંતર વરસાદના કારણે આ સિઝનમાં 61 લોકોના મોત રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપી છે. રાહત કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો 75 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે બોરસદમાં વહેલી સવારથી સાંજે 4 વાગ્યા સુધી 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે આ સિઝનમાં 61 લોકોના મોત ત્યારે રાહત કમિશનર આલોક પાંડેએ વધુ જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદના કારણે આ સિઝનમાં કુલ 61 લોકોના મોત નોંધાયા છે. ત્યારે સિઝનમાં 73 તાલુકામાં 500 MM કરવા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા: રાહત કમિશનર ત્યારે વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો છે. ત્યારે રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે. ત્યારે રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 666 રસ્તાઓ બંધ ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વીજળ પણ ડૂલ થઈ ગઈ છે, રાહત કમિશનરે આ અંગે જાણકારી આપતા કહ્યું કે રાજ્યના 253 ગામમાં વીજળી નથી અને લાઈટો ચાલુ કરવા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે. આ સાથે જ રાજ્યમાં 17 સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે અને 42 અન્ય અને 607 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ વરસાદના કારણે બંધ કરાયા છે. રાજ્યમાં કુલ 666 રસ્તાઓ બંધ છે.

Gujaratમાં સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો: રાહત કમિશનર આલોક પાંડે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રમાં સિઝનનો 73 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં 75 ટકા વરસાદ નોંધાયો
  • અત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુનું સ્થળાંતર
  • વરસાદના કારણે આ સિઝનમાં 61 લોકોના મોત

રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપી છે. રાહત કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો 75 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે બોરસદમાં વહેલી સવારથી સાંજે 4 વાગ્યા સુધી 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદના કારણે આ સિઝનમાં 61 લોકોના મોત

ત્યારે રાહત કમિશનર આલોક પાંડેએ વધુ જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધી વરસાદના કારણે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદના કારણે આ સિઝનમાં કુલ 61 લોકોના મોત નોંધાયા છે. ત્યારે સિઝનમાં 73 તાલુકામાં 500 MM કરવા વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા: રાહત કમિશનર

ત્યારે વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો છે. ત્યારે રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે. ત્યારે રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.

ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 666 રસ્તાઓ બંધ

ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વીજળ પણ ડૂલ થઈ ગઈ છે, રાહત કમિશનરે આ અંગે જાણકારી આપતા કહ્યું કે રાજ્યના 253 ગામમાં વીજળી નથી અને લાઈટો ચાલુ કરવા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે. આ સાથે જ રાજ્યમાં 17 સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે અને 42 અન્ય અને 607 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ વરસાદના કારણે બંધ કરાયા છે. રાજ્યમાં કુલ 666 રસ્તાઓ બંધ છે.