Gujaratમાં ઉતરાયણ પર્વ પર 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ-પક્ષીની સેવામાં રહેશે હાજર

ઉત્તરાયણના તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે ગુજરાત રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે. છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. ગુજરાત સરકારે અબોલ જીવ માટે તૈયાર કરી અનોખી એમબ્યુલન્સ જે સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણાએ 75.28% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, 15 જાન્યુઆરી 2025ના રોજ 1495 ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે 77.53% નો વધારો દર્શાવે છે.મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે 1962-KAAના એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે.આ વ્યૂહાત્મક પ્રયાસ ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ વખતે પક્ષી ઈજાગ્રસ્તોને લઈ વધી શકે છે કેસ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે. ચાલો, આપણે સૌ મળીને ઉત્તરાયણને કાળજી અને કરુણાની સાથે ઉજવીએ. જાન્યુઆરી 2025ના રોજ પંખી સંકળાતા ઈમરજન્સી કેસનો આંક 685 અને **15 જાન્યુઆરી 2025ના રોજ આંક 487 રહેવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોના 26 કેસોની સરખામણાએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Gujaratમાં ઉતરાયણ પર્વ પર 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ-પક્ષીની સેવામાં રહેશે હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરાયણના તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે ગુજરાત રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે. છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે.

ગુજરાત સરકારે અબોલ જીવ માટે તૈયાર કરી અનોખી એમબ્યુલન્સ

જે સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણાએ 75.28% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, 15 જાન્યુઆરી 2025ના રોજ 1495 ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે 77.53% નો વધારો દર્શાવે છે.મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે 1962-KAAના એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે.આ વ્યૂહાત્મક પ્રયાસ ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.


આ વખતે પક્ષી ઈજાગ્રસ્તોને લઈ વધી શકે છે કેસ

નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે. ચાલો, આપણે સૌ મળીને ઉત્તરાયણને કાળજી અને કરુણાની સાથે ઉજવીએ. જાન્યુઆરી 2025ના રોજ પંખી સંકળાતા ઈમરજન્સી કેસનો આંક 685 અને **15 જાન્યુઆરી 2025ના રોજ આંક 487 રહેવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોના 26 કેસોની સરખામણાએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.